ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

IIT Babaનો આરોપઃ ન્યૂઝ ચેનલમાં બોલાવ્યા બાદ કરી મારામારી, જુઓ વીડિયો

નોઈડા, 1 માર્ચ, 2025: મહાકુંભ મેળાથી પ્રસિદ્ધ થયેલા અને વિવાદામાં પણ ફસાયેલા આઈઆઈટી બાબા ફરી એક નવો મુદ્દો લઈને આવ્યા છે. મહાકુંભ દરમિયાન પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા હતા. આઈઆઈટી બાબા એટલે કે અભય સિંહ એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાગ લેવા ગયા હતા જ્યાં કથિત રીતે તેમના પર હુમલો કર્યાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આઈઆઈટી બાબાએ ફરિયાદ કરી હતી કે તેમના પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો અન્ય સાધુસંતોએ જ કર્યો છે. આ પછી આઈઆઈટી બાબા પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા. જોકે, બાદમાં પોલીસે તેમને શાંત પાડ્યા અને પાછા મોકલી દીધા હતા અભય સિંહે સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાની માહિતી આપી.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

પ્રયાગરાજ મહાકુંભથી પ્રખ્યાત થયેલા ‘આઈઆઈટી બાબા’ ઉર્ફે અભય સિંહ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. નોઈડામાં આઈઆઈટી બાબા સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. IIT બાબા અને કેટલાક સાધુ-સંતો વચ્ચે થયેલી મારામારીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. IIT બાબાએ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે નોઈડામાં એક ખાનગી ન્યૂઝ ચેનલના ‘ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન તેમના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

IIT બાબા અભય સિંહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને કહ્યું, “મને ચર્ચા માટે બોલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બહારથી કેટલાક ભગવા વસ્ત્રો પહેરેલા લોકો ન્યૂઝ રૂમમાં આવ્યા અને મારી સાથે ઝપાઝપી કરી. આ દરમિયાન એક વ્યક્તિએ મને લાકડીથી પણ માર માર્યો. આ પછી, મને બળજબરીથી એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો.”

પોલીસે સમજાવ્યા બાદ વિરોધ પાછો ખેંચી લેવામાં આવ્યો
આ ઘટના બાદ, IIT બાબા સેક્ટર 126 સ્થિત પોલીસ ચોકીની બહાર ધરણા પર બેઠા હતા. જોકે, પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા બાદ તેમણે પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો. દરમિયાન, સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે તેમને ખાતરી આપવામાં આવી છે અને તેમણે ફરિયાદ નોંધાવી નથી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ન્યૂઝરૂમમાં ચર્ચા ચાલી રહી છે, તે દરમિયાન IIT બાબા અચાનક ખુરશી પરથી ઉભા થઈ જાય છે અને બહાર નીકળવા લાગે છે. પછી જ્યારે ત્યાં હાજર અન્ય બાબાઓ તેને રોકવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે તેમને ધક્કો મારીને દૂર કરે છે. આ પછી, IIT બાબા અને અન્ય લોકો વચ્ચે હંગામો શરૂ થાય છે.

આ પણ વાંચો..Skype નહિ ચલાવી શકે યુઝર્સ, આ દિવસે બંધ થશે સર્વિસ; Microsoftએ લીધો મોટો નિર્ણય

Back to top button