વિશેષ

કોર્ટના આદેશની અવગણના કરીને જ્ઞાનવાપી સરવેનો વીડિયો વાઇરલ થયો, મુસ્લિમો હજુય શિવલિંગને ફુવારો ગણે છે!

Text To Speech

નેશનલ ડેસ્કઃ સોમવારે કોર્ટે બંને પક્ષોને જ્ઞાનવાપી મસ્જિદના સરવેનો વીડિયો લીક ન થાય એ શરત પર આપ્યો હતો. પરંતુ થોડી જ ક્ષણોમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો. વીડિયો લીક થયા બાદ હિન્દુ પક્ષે કહ્યું હતુ કે, હવે શિવલિંગની તસવીર સ્પષ્ટ થઇ ચૂકી છે. તેના ઉપર ભાગને સિમેન્ટથી ખંડિત કરવાનું કાવતરું રચાયું છે. એટલા માટે હવે કોર્ટમાં અહીં પૂજા કરવાની મંજૂરી માગવામાં આવશે.

બીજી બાજુ મુસ્લિમ પક્ષના વકીલોએ કહ્યું હતુ કે, વીડિયો જાહેર કરીને ભાવનાઓ ભડકાવાઈ રહી છે. આ શિવલિંગ નહીં પણ ફુવારો છે. હિન્દુ પક્ષે કહ્યું કે, ‘આ શિવલિંગ નંદી મહારાજની સીધમાં 83 ફૂટના અંતરે છે. શિવલિંગ ઢાંકવા માટે ચારેકોર દીવાલ ઊભી કરાઈ હતી. તેને વજુખાનામાં રૂપાંતરિત કરી દેવાયું હતું પણ સત્ય સામે આવી ગયું છે.’

પૂજા સ્થળ કાયદામાં ફેરફાર નહીં કરે સરકાર : શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જ્ઞાનવાપી વિવાદને કોર્ટનો મામલો ગણાવી જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકારનો પૂજા સ્થળ કાયદો-1991ને રદ કરવાનો કોઈ ઈરાદો નથી. શાહ સોમવારે ભાજપના હેડક્વાર્ટર પર હતા. અહીં ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, જ્ઞાનવાપી મુદ્દો કોર્ટમાં છે. સરકાર કોર્ટના ચુકાદાની રાહ જોશે. તેના પહેલાં પૂજા સ્થળ કાયદામાં કોઈ ફેરફાર નહીં કરે. કોર્ટનો જે પણ ચુકાદો આવશે તે તમામ પક્ષોએ માનવો જોઈએ. ત્યારબાદ શાહે આ ચર્ચા પર પણ પૂર્ણવિરામ મૂકી દીધો હતો. જેમાં કહેવાઈ રહ્યું હતું કે, મોદી સરકાર બંધારણની પ્રસ્તાવનામાં સામેલ સમાજવાદ અને ધર્મનિરપેક્ષવાદ શબ્દને હટાવી શકે છે. શાહે કહ્યું કે બંધારણની પ્રસ્તાવના સાથે કોઈપણ પ્રકારના ચેડાં નહીં કરવામાં આવે.

Back to top button