ગુજરાતટોપ ન્યૂઝ

IG અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જના જિલ્લા પોલીસવડાઓ સાથે યોજી ક્રાઇમ કોન્ફરન્સ, જાણો શું આદેશ આપ્યા

Text To Speech

રાજકોટ રેન્જના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ રુરલ એસપી સાથે મોરબી ખાતે રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી વર્ષ દરમિયાન નોંધાયેલા ગુના અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની ચર્ચા થઈ હતી. પાંચેય જિલ્લામાં ગુનાખોરીને અંકુશમાં લાવવા, ડ્રગ્સના દુષણને ડામવા તેમજ દરિયાય સુરક્ષાને પ્રાધાન્ય આપવા તાકીદ કરવામાં આવી છે.

બે દિવસથી મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન પર

ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન પર છે. રેન્જ આઈજીએ મોરબીમાં રેન્જની ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજકોટ રેન્જના પાંચેય એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ડ્રગ્સનું દુષણ નાથવા તાકીદ કરી

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવનુ વાર્ષિક ઇન્સ્પેકશન હોઈ, તે સંદર્ભે મોરબી સબ જેલ ખાતે જેલ વિઝિટ કરવામાં આવી અને જેલમાં રહેલ તમામ બંદીવાન ભાઈઓ/બહેનોને મળીને કોઈ રજૂઆત કે ફરિયાદો સાંભળી હતી. જે બાદ મોરબીમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં રેન્જની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકાના એસપી અને ડીવાયએસપી સહિના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સમાં રેન્જમાં ગુન્હાખોરી અને ડ્રગ્સના દૂષણને નાથવા જરૂરી સૂચનો કર્યા હતા.

Back to top button