ટ્રેન્ડિંગનેશનલ

VIDEO: જાહેર રસ્તાને બ્લોક કરીને ઇફતાર પાર્ટી યોજી, લોકોને ભારે હાલાકી વેઠવી પડી

Text To Speech

મેંગલુરુ (કર્ણાટક), 31 માર્ચ: રમઝાન મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમો આ મહિનામાં રોજા રાખે છે. આવી સ્થિતિમાં રોજા બાદ ઇફ્તારીનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. સાંજે બધા મુસ્લિમ ભાઈઓ ઇફ્તાર કરીને તેમના ઉપવાસ તોડે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇફ્તારી માટે રસ્તા પર ખુરશીઓ ગોઠવવામાં આવી છે. વાયરલ વીડિયો કર્ણાટકના મેંગલુરુનો હોવાનું કહેવાય છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મેંગલુરુના મુડીપુ જંક્શન પર રસ્તાની એક બાજુ બંધ કરીને ઇફ્તાર માટે મોટી સંખ્યામાં ખુરશીઓ અને ટેબલ ગોઠવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે આ મામલે હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ જવાબ આવ્યો નથી. બીજી તરફ, રસ્તો બંધ કરવા માટે પ્રશાસનની મંજૂરી લીધી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

હાલ આ વીડિયોને એક મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. મહત્ત્વનું છે કે, કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.વીડિયો પર યુઝર્સ આ અંગે કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝર્સનું કહેવું છે કે, રસ્તા પર ધાર્મિક કાર્યક્રમો કરવા એ સામાન્ય નાગરિકને મુશ્કેલીમાં નાખે છે. બીજા એકે લખ્યું કે, ધાર્મિક કાર્યક્રમો બેન્કવેટ હોલમાં રાખવા જોઈએ.

આ પણ વાંચો: આ મહિલાએ તો કમાલ કર્યો, વેલણ વગર જ બનાવી દીધી ગોળ-ગોળ પુરીઓ, જૂઓ વીડિયો

Back to top button