હાલમાં રાજ્યભરમાં નવરાત્રીમાં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ દરેક વિસ્તારમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. તેવામાં અહીં વસવાટ કરતા સરકારી ઉચ્ચ અધિકારીઓ પણ પોતાના વિભાગના અધિકારીઓ અને પરિજનોની સાથે મળી નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે અહી IFS વાઈવઝ એસોસિયેશન દ્વારા આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અહી તેમણે આદ્ય શક્તિની આરતી તથા પૂજન કર્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓ સાથે ઉપસ્થિત રહીં ગરબા પણ નિહાળ્યા હતા.
આ તકે વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, મુખ્યસચિવ રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ચતુર્વેદી અને વરિષ્ઠ અધિકારીઓ પરિવાર સાથે આ અવસરમાં સહભાગી થયા હતા.