IFFI 2024માં ફિલ્મ બાઝારના વ્યૂઈંગ રૂમમાં રેકોર્ડ બ્રેક 208 ફિલ્મો દર્શાવવામાં આવશે
- વિતરણ અને ભંડોળ મેળવવા માંગતા ફિલ્મ નિર્માતાઓ માટે નિર્ણાયક હબ તરીકે રચાયેલા ફિલ્મ બાઝારના આ વ્યુઈંગ રૂમમાં એવી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જે પૂર્ણ અથવા પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં છે
6 નવેમ્બર, મુંબઈઃ 55મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં ઉજવવામાં આવશે. ફિલ્મ બાઝારની 18મી આવૃત્તિ 20 થી 24 નવેમ્બર સુધી ચાલશે, જે ફિલ્મ નિર્માતાઓ અને સેલ્સ એજન્ટ્સને તેમના કાર્યને જોડવા, સહયોગ કરવા અને પ્રદર્શિત કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પ્રદાન કરશે. આ વર્ષે વ્યુઇંગ રૂમ મેરિયોટ રિસોર્ટમાં બનાવવામાં આવ્યો છે, જેમાં ભારત અને દક્ષિણ એશિયાની ક્વોલિટીવાળી ફિલ્મોની લાઈન છે. વિતરણ અને ભંડોળ મેળવવા માંગતા ફિલ્મ નિર્માતાઓ માટે નિર્ણાયક હબ તરીકે રચાયેલા ફિલ્મ બાઝારના આ વ્યુઈંગ રૂમમાં એવી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જે પૂર્ણ અથવા પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં છે, જે તેમને વૈશ્વિક ફિલ્મ પ્રોગ્રામર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સેલ્સ એજન્ટો અને રોકાણકારો સાથે જોડાવા માટે પરવાનગી આપશે. વ્યુઈંગ રૂમ 21 થી 24 નવેમ્બર સુધી ચાલુ રહેશે.
વ્યુઈંગ રૂમ લાઇબ્રેરીની આ વર્ષની આવૃત્તિમાં 208 ફિલ્મો જોવા માટે ઉપલબ્ધ હશે જેમાંથી 145 ફીચર ફિલ્મો, 23 મિડ-લેન્થ ફિલ્મો, 30 શોર્ટ ફિલ્મો છે. ફીચર્સ અને મિડ-લેન્થની લાઈનમાં NFDC નિર્મિત અને સહ-નિર્મિત ફિલ્મોના બાર ટાઈટલનો પણ સમાવેશ થાય છે. 30-70 મિનિટની વચ્ચે ચાલતી ફિલ્મો જે વ્યુઇંગ રૂમમાં સબમિટ કરવામાં આવે છે તે મિડ-લેન્થ ફિલ્મ નામની શ્રેણીમાં પ્રદર્શિત થાય છે. 30 મિનિટથી ઓછો ચાલનારી ફિલ્મો શોર્ટ ફિલ્મ્સ કેટેગરીમાં હશે.
એફબીઆરમાં 27 પ્રોજેક્ટ્સની યાદી અપાઈ
ધ ફિલ્મ બાઝાર રેકમન્ડેશન (એફબીઆર)માં 27 પ્રોજેક્ટ્સની યાદી આપવામાં આવી છે, જેમાં 19 ફિચર ફિલ્મો, 3 મિડ-લેન્થ ફિલ્મો, 2 શોર્ટ ફિલ્મો અને 3 પુનઃ સ્થાપિત ક્લાસિકનો સમાવેશ થાય છે.
એનએફડીસીના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિલ કુમાર કહે છે કે અમે એફબીઆર માટે પસંદગીની ફિલ્મોની જાહેરાત કરતા રોમાંચિત છીએ, જે ફિલ્મ નિર્માતાઓની સર્જનાત્મકતા અને જુસ્સાની ઉજવણી સમાન છે. આ પહેલ વાર્તાકારોને તેમના દ્રષ્ટિકોણને વિશ્વ સાથે શેર કરવા માટે સશક્ત બનાવે છે. અમે ફિલ્મની પરિવર્તનકારી શક્તિમાં માનીએ છીએ અને કલાકારોની આગામી પેઢીને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ કારણ કે તેઓ પ્રેરણા આપે છે અને લોકોનું મનોરંજન કરે છે.
પસંદ કરાયેલા પ્રોજેક્ટ્સને ફિલ્મ બાઝારમાં ઓપન પિચિંગ સેશન દરમિયાન પ્રોડ્યુસર્સ, સેલ્સ એજન્ટ્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, ફેસ્ટિવલ પ્રોગ્રામર્સ અને સંભવિત રોકાણકારો સહિત ઉદ્યોગના અગ્રણીઓ સમક્ષ તેમની ફિલ્મો રજૂ કરવાની તક મળશે. ફિચર, મિડ-લેન્થ અને શોર્ટ ફિલ્મમેકર્સના એફબીઆર સેક્શન માટે વ્યુઇંગ રૂમમાંથી પસંદ કરવામાં આવેલા આ પ્રોજેક્ટ્સ ગોવામાં ફિલ્મ બાઝાર દરમિયાન ઓપન પિચિંગ સેશનમાં પ્રોડ્યુસર્સ, સેલ્સ એજન્ટ્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, ફેસ્ટિવલ પ્રોગ્રામર્સ અને સંભવિત રોકાણકારો સમક્ષ તેમની ફિલ્મો રજૂ કરશે.
ફિલ્મ બાઝાર વિશે
ફિલ્મ બાઝાર એ B2B પ્લેટફોર્મ છે જેનો હેતુ દક્ષિણ એશિયાની ફિલ્મોનું આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બજારમાં પ્રમોશન કરવાનો છે. ફિલ્મ બાઝાર ખાતે વ્યુઇંગ રૂમ એ એક પેઈડ પ્લેટફોર્મ છે જે ફિલ્મ નિર્માતાઓને તેમની ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, વિશ્વ વેચાણ એજન્ટો અને ખરીદદારોમાં વ્યક્તિગત રીતે પ્રમોટ કરવા માટે પુરૂં પાડવામાં આવે છે.
આ પણ વાંચોઃ ગર્વની ક્ષણઃ IFFI ભારતીય સિનેમાના ચાર મહાન કલાકારોની શતાબ્દી ઉજવશે