બિઝનેસ

જો તમારું પાનકાર્ડ Aadhar સાથે લિંક નથી તો થશે આ કાર્યવાહી, IT વિભાગે જાહેર કરી એડવાઈઝરી

Text To Speech

દેશભરમાં કરોડો લોકોના પાનકાર્ડ હજુપણ આધારકાર્ડ સાથે લિંક નથી ત્યારે ગઈકાલે શનિવારે આવકવેરા વિભાગ દ્વારા એક મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આવતા વર્ષના માર્ચના અંત સુધીમાં જે PAN આધાર સાથે લિંક ન હોય તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

શું છે લિંકઅપની છેલ્લી તારીખ ?

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે શનિવારે એક એડવાઈઝરી જાહેર કરી હતી કે આવતા વર્ષના માર્ચના અંત સુધીમાં જે PAN આધાર સાથે લિંક ન હોય તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. જે મુજબ આવકવેરા અધિનિયમ, 1961 મુજબ તમામ PAN ધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેઓએ 31 માર્ચ, 2023 પહેલા તેમના PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જે PAN આધારથી અનલિંક હશે તે 1 એપ્રિલ 2023થી નિષ્ક્રિય થઈ જશે. વધુમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા 30 માર્ચે જાહેર કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય, તો વ્યક્તિ આવકવેરા કાયદા હેઠળના તમામ પરિણામો માટે જવાબદાર રહેશે અને તેને બહુવિધ અસરોનો સામનો કરવો પડશે.

કોને લિંકઅપમાં મુક્તિ આપવામાં આવી છે

કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા મે 2017માં જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોમાં રહેતી વ્યક્તિઓ, બિન-નિવાસી (આવકવેરા અધિનિયમ, 1961 મુજબ), 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના અગાઉના વર્ષ દરમિયાનનો સમય જેમણે 50 વર્ષની વય પૂર્ણ કરી છે અને એવી વ્યક્તિઓ કે જેઓ ભારતના નાગરિક નથી તેમને આમાંથી મુક્તિ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે જાહેર પરામર્શમાં જણાવ્યું હતું કે “પાનને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, તે જરૂરી છે. વિલંબ કરશો નહીં, આજે જ લિંક કરો!”

Back to top button