જો જો હાઇ કોલેસ્ટ્રોલના લીધે જતી ન રહે આંખોની રોશનીઃ આ સંકેત અવગણશો નહીં
ખોટી લાઇફસ્ટાઇલ જેમ કે હાઇ ફેટ ડાયેટ, સ્મોકિંગ, દારુનુ વધુ માત્રામાં સેવન અને એક્સર્સાઇઝ ન કરવાના લીધે હાઇકોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પ્રકારની આદતો હાર્ટની હેલ્થ માટે ખતરનાક માનવામાં આવે છે. આ સાથે આવી આદતો આંખોની રોશની માટે પણ તકલીફદાયક છે.
કોલેસ્ટ્રોલ શરીરમાં બનનારો એક વેક્સ જેવો પદાર્થ છે. કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ જ્યારે તેનું સ્તર સામાન્ય કરતા વધારે થઈ જાય છે, ત્યારે સમસ્યાઓ શરૂ થાય છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે તે રક્તવાહિનીઓમાં એકઠું થાય છે અને રક્ત પ્રવાહને અસર કરીને સ્ટ્રોક જેવા ગંભીર જોખમો પેદા કરી શકે છે. ત્યારે યોગ્ય ખોરાક લેવાથી અને શારીરિક પ્રવૃત્તિ કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.
કોલેસ્ટ્રોલ પણ બે પ્રકારના હોય છે. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલ ખરાબ માનવામાં આવે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય તો ફક્ત એટેક આવતો નથી, પરંતુ તેનું જોખમ આંખો પર પણ રહે છે. કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી આંખોની આસપાસ કંઇક બદલાવ જોવા મળે છે. આંખોનો કલર અને જોવાની ક્ષમતા પર પણ અસર પડે છે. જો તમને આંખોની આસપાસ કે આંખોમાં આવા કોઇ પણ સંકેત મળે તો ચેતી જજો.
Xanthelasmata
જેંથિલાસ્મા હાઇ કોલેસ્ટ્રોલનુ સૌથી કોમન લક્ષણ માનવામાં આવે છે. તેના કારણે આંખો અને નાકની આસપાસની ત્વચા પીળી પડવા લાગે છે. તેનાથી તમારી દ્રષ્ટિ પર કોઇ પ્રભાવ પડતો નથી, પરંતુ સ્મોકિંગ કરતા લોકો કે પછી ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર કે મેદસ્વીતા ધરાવતા લોકોને આ સમસ્યા થાય છે. તેમાં આંખો ઉપર કોલેસ્ટ્રોલ જમા થાય છે અને તે આંખોની પાંપણ ઉપર અને નીચેના ભાગ પર પણ દેખાવા લાગે છે.
Arcus Senilis
આર્કસ સેનેલિસને કોર્નિયલ આર્કસ પણ કહેવાય છે. તેમાં તમારી આંખોના કોર્નિયાની ચારે બાજુ નીલા કે ભુરા રંગનુ ધાબુ પડે છે. તે કોર્નિયામાં કોલેસ્ટ્રોલના જમાવના લીધે થાય છે. મુખ્ય રીતે મધ્યમ ઉંમરના લોકોમાં તે જોવા મળે છે. તે માટે સર્જરી કરીને તેનો ઇલાજ કરવો પડે છે.
Retinal Vein Occlusion
રેટિનલ વેન ઓક્લુઝન એક એવી બિમારી છે જેનો સીધો સંબંધ હાઇ કોલેસ્ટ્રોલ સાથે હોય છે. તે સામાન્ય રીતે ગ્લુકોમા, ડાયાબિટીસ, વેસ્ક્યુલર ડિસીઝ, હાઇ બ્લડ પ્રેશર અને બ્લડ ડિસઓર્ડર સાથે થાય છે. આ બીમારીના કારણે રેટિના સુધી લોહી લઇ જતી રક્ત કોશિકાઓ બ્લોક થઇ જાય છે.
આ પણ વાંચોઃ ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ’, રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા