Video : જો તમારા બાળક પણ સાયકલ ચલાવે છે તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો !
હાલમાં સુરતમાં એક વિચિત્ર પ્રકારની ઘટના સામે આવી છે. જેનાથી વાલીઓ અને બાળકો બંને માટે સાવચેત થવાની સાથે કાળજી રાખવાની જરૂર છે. સુરતના કપોદ્રા વિસ્તારમાં બાળક સાયકલ પર સ્ટંટ કરી રહ્યો હતો અને ત્યારે જ સ્પીડ બ્રેકર આવી જતા ઊંધા માથે પડ્યો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો : આજથી બે દિવસ માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી, હવામાન વિભાગે આપી સૂચના
આ ઘટનાના સીસીટીવીનો વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. બાળક સાયકલ પરથી પડતા આસપાસના લોકો તાત્કાલિક તેને સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર કરવામાં આવી છે.
તેમજ સમગ્ર ઘટનાની સીસીટીવીમાં જોવા મળે છે કે, શહેરના વરાછા વિસ્તારમાં આવેલા કિરણ પાર્કમાં બાળક સાયકલ ચલાવી રહ્યો હતો અને રસ્તા પર સ્પીડ બ્રેકર આવતા બાળકે સાયકલને એક ટાયર પર ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનું બેલેન્સ ન રહેતા તે ઊંધા માથે જમીન પર પટ્કાયો હતો.
એટલું જ નહીં બાળક એટલા જોરથી પટકાયો કે તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આસપાસના લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. સદનસીબે સારવાર બાદ બાળકની સ્થિતિ હાલ સારી છે.
આ પણ વાંચો : રાજ્ય પોલીસ દળની 16મી T20 ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો પ્રારંભ