હેલ્થ

લાખ પ્રયત્નો બાદ પણ દારૂની લત છુટતી નથી, તો આટલો ઉપાય કરો.

Text To Speech

દારૂની એકવાર લત લાગ્યા પછી તે આસાનીથી છુટતી નથી. અને દારૂ શરીર માટે ખુબ જ હાનિકારક છે એટલે જ ડોક્ટર્સ દારૂથી દૂર રહેવાની સલાહ આપે છે. પણ ક્યારેક લાખ પ્રયત્નો બાદ પણ દારુની આદ્ત  લાગ્યા પછી છુટતી નથી અને ક્યારેક તો મોતનુ પણ કારણ બની જાય છે. તો હવેથી આટલી બાબતોનુ ધ્યાન રાખો જેથી જીવનુ જોખમ ઉભુ ના થાય.

દારૂના આદિ લોકોને ડોક્ટર હંમેશા દારૂ પીવાથી થતા નુકશાનથી આગાહ કરતા હોય છે. તેમજ એક વ્યક્તિ એક કલામાં માત્ર એક જ ડ્રિંક પચાવી શકે છે. અને એક વ્યક્તિ માટે 3  ડ્રિંકથી વધારે ડ્રિંક લેવુ હાનીિકારક છે. તેમજ જે દિવસે દારૂની માત્રા તમારા શરીરમાં વધુ થઈ જાય તો ક્યારાક તે તમારો જીવ પણ લઇ શકે છે. તેમજ કેટલાકને લાંબા ગાળે તેની અસર થાય છે. આથી દારુ પીતા પેહલા નીચે મુજબની બાબતોનુ ધ્યાન રાખવુ.

  • દારુ પીવાની માત્રા નક્કી કરો:

આપડે ત્યાં ઓકેઝનલી દારૂ પીવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો ઇંજોયમેન્ટમાં હદ્થી વધારે દારૂ ગટગટાવી લે છે. જે ક્યારેક જાનલેવા બને છે. આથી એક રીસર્ચ મુજબ એક દિવસમાં ચારથી વધુ ડ્રિંક પીવુ ના જોઇએ. અને તેના માટે અગાઉ થી જ એક લીમીટ સેટ કરવી જોઇએ.

  • દારૂ પીવાના પેહલા અને પછી કઇકં ખાઇ લેવુ:

દારૂ તમારા શરીરમાં પેટ અને નાના આંતરડા બાદ બ્લડસ્ટ્રીમમાં જાય છે. જો દારૂ  પીતા પહેલા તમારુ પેટ ખાલી હશે તો તે ઝડપથી તમારા બ્લડસ્ટ્રીમમાં એન્ટર થઇ જશે. આથી દારૂનુ સેવન કરતા પહેલા સ્નેક્સ જેમકે મખાના,  ડ્રાયફ્રુટ્સ જેવુ કઇકં  ખાઇ લેવુ જરૂરીૂ છે.

  • દારૂ પીધા પછી આરામ કરવો:

દારૂનુ સેવન કર્યા પછી શરીર ભાર મુક્ત બની જાય છે જેને આપડે લાઇટ ફીલ કરવું કહીએ છે. ત્યારે વધુ માત્રામાં દારૂનુ સેવન કરી લીધા પછી શરીરને આરામ આપવો જરૂરી છે

  • દારૂનુ સેવન કરી ગાડી ના ચલાવવી:

આલ્કોહોલ પીધા પછી વાહન ચલાવવુ એ ગેરકાનુની છે તેંમ છંતા પણ કેટલાક લોકો તે ગુનો કરતા હોય છે. આ સમયે તમારા શરીરને વધારે આરામની જરૂર હોય છે, આથી ગાડી ચલાવવાનુ ટાળી જ્યાં હોય ત્યાં રોકાયને આરામ કરવો.

Back to top button