ધર્મ

નવા વર્ષમાં રાશિ પ્રમાણે કપડાં પહેરશો તો ચમકશે કિસ્મતઃ જાણો તમારી રાશિનો રંગ

નવુ વર્ષ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક વ્યક્તિ આશા રાખતી જ હશે કે તેનું નવુ વર્ષ સારુ જાય. એવું પણ કહેવાય છે કે નવા વર્ષનો પહેલો દિવસ આખુ વર્ષ કેવું જશે તેની આછી ઝલક આપી દે છે. આપણે ખુદ પણ એવા પ્રયાસો કરવા જ પડશે કે આપણું નવુ વર્ષ સારુ જાય. વાસ્તુ અનુસાર રાશિના પણ શુભ કલર હોય છે. ઘણી વ્યક્તિઓ દિવસ મુજબના કપડાં તો પહેરે છે, પરંતુ રાશિ અનુસાર પણ કપડાં હોય છે. જો તમે પણ તમારી રાશિના શુભ રંગ અનુસાર કપડા પહેરશો તો તમારું નવું વર્ષ સારુ જશે. માતા લક્ષ્મીજી તમારી ઉપર પ્રસન્ન રહેશે. નવા વર્ષની પહેલી તારીખે રાશિ પ્રમાણે શુભ કલરના કપડાં પહેરજો.

મેષ

આ રાશિના જાતકો માટે લાલ રંગના કપડાં શુભ માનવામાં આવે છે, તેનાથી તમારો દિવસ મંગલમયી રહેશે. આ લોકો કાળો કલર પહેરવાથી બચે.

નવા વર્ષમાં રાશિ પ્રમાણે કપડાં પહેરશો તો ચમકશે કિસ્મતઃ જાણો તમારી રાશિનો રંગ hum dekhenge news

વૃષભ

આ રાશિના જાતકો માટે સફેદ, ગુલાબી અને ક્રીમ રંગ શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકો લાલ રંગના કપડા પહેરવાથી બચે.

મિથુન

આ રાશિના લોકો માટે લીલા રંગના કપડા સૌથી સારા માનવામાં આવે છે. આ રંગના કપડા પહેરવાથી તેમની ક્રિએટીવીટીમાં નિખાર આવે છે. આ રાશિના જાતકો જો વર્ષના પહેલા દિવસે લીલા કપડા પહેરે તો તેમની કિસ્મત આખું વર્ષ ચમકશે.

કર્ક

નવા વર્ષ પર પીળા અને લીલા રંગના કપડાં પહેરવાથી કર્ક રાશિના જાતકોનું સુતેલુ ભાગ્ય જાગે છે. આ શુભ રંગ તમારા રોકાયેલા કાર્યોમાં સક્રિયતા લાવે છે. કર્ક રાશિના જાતકોએ કાળા રંગના કપડાં ન પહેરવા.

સિંહ

સિંહ રાશિના જાતકોએ વર્ષના પહેલા દિવસે લાલ કે કેસરિયા કલરના કપડાં પહેરવા જોઇએ. પીળા કે ગોલ્ડન કલરના વસ્ત્રો પણ પહેરી શકો છો. તમે આ બધામાંથી કોઇ પણ કલર પહેરી શકો છો.

કન્યા

કન્યા રાશિના જાતકો વર્ષના પહેલા દિવસે જો હળવા નીલા, ગુલાબી કે લીલા રંગના કપડા પહેરો તો સારું રહેશે. તે કલર તમારી પર્સનાલીટીને ચાર ચાંદ લગાવશે અને કિસ્મત ચમકાવશે. જોકે તમે લાલ રંગના કપડા પહેરવાથી બચજો.

તુલા

આ રાશિના જાતકો માટે નીલો રંગ શુભ માનવામાં આવે છે. જો તમે વર્ષના પહેલા દિવસે આ રંગ ધારણ કરશો તો ઉન્નતિ અને ઉપલબ્ધિના દ્વાર આખુ વર્ષ તમારા માટે ખુલ્લા રહેશે. કાળા, સફેદ અને લાલ રંગના કપડા ન પહેરશો.

નવા વર્ષમાં રાશિ પ્રમાણે કપડાં પહેરશો તો ચમકશે કિસ્મતઃ જાણો તમારી રાશિનો રંગ hum dekhenge news

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોએ મરૂન કે લાલ રંગના કપડા પહેરવા જોઇએ. આ બંને કલર તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલશે. તમારે લીલા રંગના કપડા પહેરવાથી બચવુ જોઇએ.

મકર

મકર રાશિના લોકોએ વર્ષના પહેલા દિવસે નીલા રંગના કપડા પહેરવા જોઇએ. તેનાથી તમને આખુ વર્ષ શુભ સમાચાર મળતા રહેશે. કાળા રંગના કપડા પહેરવાથી બચવુ જોઇએ.

ધન

આ રાશિના જાતકોએ પીળા કે નારંગી રંગના વસ્ત્રો પહેરવા જોઇએ. આ રંગના કપડા ધારણ કરવાથી તમે સફળતાની સીડીઓ ચઢશો. તમારે લાલ રંગના કપડા પહેરવાથી બચવુ જોઇએ.

કુંભ

આ રાશિના જાતકો માટે જાંબલી અને નીલા રંગના કપડા પહેરવાનું શુભ કહેવાય છે. એવુ કહેવાય છે કે આ કલરના કપડાં પહેરવાથી આખુ વર્ષ સુખ સમૃદ્ધિ રહે છે.

મીન
આ રાશિના લોકોએ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ. મીન રાશિના લોકો માટે આ રંગ બેસ્ટ માનવામાં આવે છે. આ લોકો લાલ કે કાળા કપડાં પહેરવાથી બચે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આ જગ્યાઓ પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ

Back to top button