ટ્રાવેલટ્રેન્ડિંગ

ગોવા સહિત આ જગ્યાઓ પર ફરવા ઈચ્છતા હો તો જાણો આ સસ્તુ પેકેજ

Text To Speech
  • IRCTC તેના મુસાફરોની સુવિધા માટે સમયાંતરે બજેટ ફ્રેન્ડલી ટૂર પેકેજ લોન્ચ કરે છે. આ વખતે ગોવા માટે જે પેકેજ શરૂ કર્યું છે, તેમાં તમને અમદાવાદ, ગોવા અને ઉજ્જૈનની એકસાથે મુલાકાત લેવાનો મોકો મળશે

જો તમે ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો IRCTC ટુર પેકેજ તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. IRCTC તેના મુસાફરોની સુવિધા માટે સમયાંતરે બજેટ ફ્રેન્ડલી ટૂર પેકેજ લોન્ચ કરે છે. આ વખતે ગોવા માટે જે પેકેજ શરૂ કર્યું છે, તેમાં તમને અમદાવાદ, ગોવા અને ઉજ્જૈનની એકસાથે મુલાકાત લેવાનો મોકો મળશે.

૯ રાત અને ૧૦ દિવસનું પેકેજ

આ પેકેજનું નામ છે ભારત ગૌરવ- વેસ્ટર્ન ડિલાઇટ. આ ટ્રેન ટૂર પેકેજ 9 રાત અને 10 દિવસ માટે છે. આ પ્રવાસમાં તમને માત્ર વેજિટેરિયન ફૂડ જ મળશે. આ યાત્રા 30 જૂનથી શરૂ થશે અને 9 જુલાઈ 2024 સુધી ચાલશે. આ પેકેજ તિરુવનંતપુરમ સેન્ટ્રલના કોચુવેલી સ્ટેશનોથી શરૂ થશે.

બોર્ડિંગ પોઈન્ટ્સ

કોચુવેલી-કોલ્લમ-ચેંગન્નુર-કોટ્ટાયમ-એર્નાકુલમ ટાઉન-ત્રિશૂર-ઓટ્ટાપલમ-પલક્કડ જંક્શન-પોદનૂર જંકશન-ઈરોડ જંકશન-સેલમ જંકશન.

ડી-બોર્ડિંગ પોઈન્ટ

મેંગલુરુ જંક્શન-કન્નુર-કોઝિકોડ-શોરાનૂર જંક્શન-ત્રિશૂર-અર્નાકુલમ ટાઉન-કોટ્ટાયમ-ચેંગન્નૂર-કોલ્લમ-કોચુવેલી

અહીં ફરવાની મળશે તક

ઉજ્જૈન- મહાકાલેશ્વર, ઓમકારેશ્વર
અમદાવાદ- સાબરમતી આશ્રમ, અક્ષરધામ મંદિર, અડાલજની વાવ, મોઢેરા સૂર્ય મંદિર
એકતા નગર- સ્ટેચ્યુ ઓફ યુનિટી
ગોવા- મંગેશી મંદિર, બેસિલિકા ઓફ બોમ જીસસ, સી કેથેડ્રલ, કોલવા બીચ

કેટલી સીટ હશે?

આ પેકેજ દ્વારા કુલ 700 લોકો મુસાફરી કરી શકશે. જેમાં બજેટ પેકેજ માટે 400 સીટ, ઈકોનોમી પેકેજ માટે 150 બેઠકો અને સ્ટાન્ડર્ડ માટે 150 બેઠકો હશે.

પેકેજમાં આટલા રૂપિયા ખર્ચાશે

જો તમે બજેટ પેકેજ બુક કરાવો છો, તો તમારે 19,000 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે તમારી સાથે બાળક હોય તો તમારે 17,890 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે ઇકોનોમી પેકેજ બુક કરો છો, તો તમારે 20,970 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે કોઈ બાળક તમારી સાથે જાય તો તમારે 19,660 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે સ્ટાન્ડર્ડ પેકેજ બુક કરો છો, તો તમારે 23,600 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે બાળક તમારી સાથે જાય છે તો તમારે 22,020 રૂપિયા ખર્ચવા પડશે.

આ પણ વાંચોઃ 12 દિવસ સુધી ફરો ગુજરાતની સુંદર જગ્યાઓ પર, IRCTCનો નવો ટૂર પ્લાન

Back to top button