ટ્રાવેલટ્રેન્ડિંગ

નવરાત્રિમાં કરવા હોય રામલલ્લાના દર્શન તો ફટાફટ ટિકિટ બુક કરાવો

Text To Speech
  • નવરાત્રિમાં રામલલ્લાના દર્શન કરવા ઈચ્છતા હો તો અત્યારથી જ બુકિંગ કરાવી લો, દિવસો નજીક આવશે તેમ તેમ ફ્લાઈટના ભાડા અને ટ્રેનનું વેઈટિંગ પણ વધતું જશે 

HD ન્યુઝ ડેસ્કઃ દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશોત્સવ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ 3જી ઓક્ટોબરથી આસો માસની નવરાત્રિ શરૂ થશે. આસો નવરાત્રિનો ભગવાન રામ સાથે પણ ઊંડો સંબંધ છે. એવી માન્યતા છે કે આસો નવરાત્રિના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. રાવણને મારતા પહેલા ભગવાન રામે માતા દુર્ગાની પૂજા કરી હતી.

એટલું જ નહીં, માતા દુર્ગાએ આ દિવસે મહિષાસુર રાક્ષસનો પણ વધ કર્યો હતો. આવી સ્થિતિમાં આસો નવરાત્રિમાં વિજયાદશમી કે દશેરાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. જો તમે આ તહેવારોની સિઝનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારે અયોધ્યા જવા વિશે વિચાર કરવો જ જોઈએ.

અહીં ભગવાન રામનું ભવ્ય મંદિર છે. પહેલા આકરી ગરમી અને પછી ચોમાસાની ઋતુના કારણે જો તમે રામલલ્લાના દર્શન ન કર્યા હોય, તો તમારે જરાય વિલંબ ન કરવો જોઈએ. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ટ્રેનો અને ફ્લાઈટ્સમાં સીટો ઝડપથી ભરાતી હોય છે. જો તમે પણ રામલલ્લાના દર્શન કરવા ઈચ્છતા હોવ તો તરત જ તમારી ટિકિટ બુક કરો.

નવરાત્રિમાં કરવા હોય રામલલ્લાના દર્શન તો ફટાફટ ટિકિટ બુક કરાવો hum dekhenge news

નવરાત્રિ નજીક આવતા ભાડુ વધી જશે

દિલ્હીથી અયોધ્યાનું ફ્લાઈટનું ભાડું 3200 રૂપિયાથી 3400 રૂપિયાની વચ્ચે છે. દિલ્હી અને અયોધ્યા વચ્ચેની ટ્રેનોની વાત કરીએ તો સીટો ઝડપથી ભરાઈ રહી છે. નવરાત્રિ દરમિયાન, ગરીબ નવાઝ એક્સપ્રેસમાં 3જીથી 12મી ઓક્ટોબર વચ્ચે 10થી 22 સુધીનું વેઈટિંગ ચાલે છે. ફરક્કા એક્સપ્રેસમાં 28થી 39 સુધીનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કૈફિયત એક્સપ્રેસ અને અયોધ્યા એક્સપ્રેસ તેમજ અન્ય ટ્રેનોમાં પણ સ્લીપર ક્લાસમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. ફ્લાઈટની વાત કરીએ તો હજુ સીટો ખાલી છે, પરંતુ તે ભરાઈ જશે તો ભાડુ વધવાનું નક્કી છે.

આ પણ વાંચોઃ આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવવાની તારીખ લંબાવાઈ, જાણો હવે ક્યાં સુધી થઈ શકશે

Back to top button