ટ્રેન્ડિંગધર્મ

ઓછી કમાણીમાં પણ બચત કરવા ઈચ્છતા હો તો અપનાવો આ આદતો

  • આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો સખત મહેનત કરીને ધન તો કમાઈ લે છે, પરંતુ બચત કરી શકતા નથી. ‘આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા’ જેવો ઘાટ થાય છે. જો તમે ઓછી કમાણીમાં વધુ બચત કરવા ઈચ્છતા હો તો આ આદતો અપનાવો

આપણા ધર્મ-ગ્રંથો અને વાસ્તુ વિજ્ઞાનમાં કેટલાક એવા નિયમો છે, જેનું પાલન કરવાથી આપણા જીવન અને ઘર પરિવાર પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે તમે જેટલું કમાવ છો તેમાં સંતોષ મળે છે અને ધનમાં બરકત આવે છે. આ નિયમ માનવ કલ્યાણ અને તેમના સંતોષ માટે બનાવાયા છે. આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો સખત મહેનત કરીને ધન તો કમાઈ લે છે, પરંતુ બચત કરી શકતા નથી. ‘આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા’ જેવો ઘાટ થાય છે. જો તમે તમારા જીવનમાં આ આદતોને સામેલ કરશો તો તમને થોડા સમયમાં એવો અનુભવ થશે કે તમારા ઘરમાં, તમારી કમાણીમાં બરકત આવી રહી છે. સાથે સાથે ધનનો સારા કાર્યોમાં ઉપયોગ પણ થઈ રહ્યો છે.

ઘરની આ વસ્તુથી કરો સાફ સફાઈ

વાસ્તુ અનુસાર જો તમે રોજ ઘરની સાફ સફાઈ કરતા હો તો પાણીમાં સમુદ્રી મીઠુ નાખીને પોતુ કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. જે અનાવશ્યક ખર્ચાઓથી પરેશાન રહે છે, તેમાં કમી જોવા મળશે અને તમે બચત કરી શકશો. ધ્યાન રાખો રવિવાર, મંગળવાર અને ગુરુવારના દિવસે ઘરમાં મીઠાના પાણીના પોતા ન લગાવો.

sleep3

સૂતા પહેલા કરો આ કામ

હંમેશા ધ્યાન રાખો કે સૂતા પહેલા પગ ધોઈ, તેને સ્વચ્છ કપડાથી લૂછી, સાફ કરીને જ પથારીમાં આવો. આ આદત તમારા માટે મદદરૂપ સાબિત થશે. આમ રોજ કરવાથી શરીરનો થાક અને ચિંતા દૂર થશે. તમારી અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે. જેના કારણે તમને લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. આ ઊંઘ માટે પણ સારી વાત છે.

ઘરની બહાર આ વસ્તુઓ જમા ન થવા દો

આર્થિક ઉન્નતિ અને ભાગ્યને મજબૂત બનાવવા માટે હંમેશા ધ્યાન રાખો કે ઘરની આગળ કચરો કદી જમા ન થવા દો. રોજ પૂજા-પાઠ કરતા પહેલા ઘર આગળ ગંગાજળનો છંટકાવ કરો. આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે અને ઘરના સભ્યો ઉપર આવનારી સમસ્યા દૂર થાય છે. સાંજે ઘરના પ્રવેશદ્વાર પાસે બે દીવા કરો. આ આદત જરૂર અપનાવો.

રોજ કરો આ પાઠ

દરરોજ લક્ષ્મી સ્ત્રોત કે કનકધારા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો. તે ધન પ્રાપ્તિ અને ધન સંચય કરવામાં વિશેષ ફળદાયી છે. તે એક ચમત્કારિક સ્ત્રોત છે, જેના પાઠથી માતા લક્ષ્મીજીની તમારી પર કૃપા રહે છે. આ સ્ત્રોતની ખાસિયત એ છે કે તે કોઈ પાસે વિશેષ માળા કે પૂજા પાઠની માંગ કરતો નથી. પૂજા-અર્ચના બાદ તમે આ પાઠ કરી શકો છો. આ પાઠ કરવાથી તમારી ઉન્નતિ થશે અને ધનની બચત પણ થશે.

આ આદતથી બચો

જમતી વખતે વાંચન કરવું કે પછી પથારીમાં બેસીને જમવું અશુભ માનવામાં આવે છે. આ કામ કરવાથી બચો. તે તમારા ધનનું નુકશાન કરી શકે છે. જમતી વખતે પાચન ક્રિયા શરૂ થઈ જાય છે, પરંતુ જ્યારે તમે જમતી વખતે અભ્યાસ કે અન્ય કોઈ કામ કરો છો ત્યારે પાચન શક્તિ પર અસર પડે છે અને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થઈ જાય છે.

આ પણ વાંચોઃ 372 દિવસ સુધી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, ગુરુની ચાલ અપાવશે લાભ

Back to top button