ભોલેબાબાને પ્રસન્ન કરવા હોય તો આજે કરો આ સિદ્ધ મંત્રનો જપ

આજે આખા દેશમાં ધૂમધામથી શિવરાત્રિનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. દરેક વ્યક્તિ ભોલેબાબાની આરાધનામાં વ્યસ્ત અને મસ્ત છે. શિવજી ખુબ જ જલ્દીથી પ્રસન્ન થતા દેવ છે, તેથી જ તો તેમને ભોલેનાથ કહેવાય છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરનાર વ્યક્તિને ભોલેનાથ મનવાંચ્છિત ફળ આપે છે. આ દિવસે કેટલાક ખાસ મંત્રનો જાપ કરીને વ્યક્તિ કેટલીયે સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકે છે.
શિવગાયત્રી મંત્રનો જપ
ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि तन्नोरुद्र: प्रचोदयात्
(ઓમ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ તન્નોરુદ્રઃ પ્રચોદયાત)
આ મંત્રનો જપ કરવાથી કુંડળીમાંથી કાળ સર્પ દોષ દુર થાય છે. રાહુ કેતુની દશા ચાલી રહી હોય તો તે પણ દુર થાય છે. તેની પીડામાંથી રાહત મળે છે. આ મંત્રનો જપ કરવાથી વ્યક્તિનું અકાળ મૃત્યુ થતુ નથી.
મહાશિવરાત્રિ પર શિવ પંચાક્ષરી મંત્રનો જપ
નમઃ શિવાય
આ મંત્ર સર્વસિદ્ધ મંત્ર છે. જો તમે કોઇ બીજા મંત્રનો જપ કરી શકતા નથી તો તમે આ મંત્રનો જપ કરો. શિવપુરાણમાં જણાવાયુ છે કે જે વ્યક્તિ પાંચ કરોડ વખત આ મંત્રનો જપ કરી લે છે તે શિવમાં સમ્મલિત થઇ જાય છે અને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. તેથી મહાશિવરાત્રિ પર શક્ય હોય તેટલુ આ મંત્રનો જપ કરો. ખાસ કરીને સાંજથી લઇને રાતના જાગરણ સુધી આ મંત્રનો જપ કરતા રહો.
મહામૃત્યુંજય મંત્રનો જપ કરો
(ઓમ ત્ર્યંમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્, ઉર્વા રૂકમિવ બંધનાત્ મૃત્યોમુર્ક્ષીય મામૃતાત)
ધાર્મિક માન્યતાઓ અનુસાર મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાથી વ્યક્તિના માંગલિક દોષ, નાડી દોષ. કાલસર્પ દોષ કે પછી સંતાનપ્રાપ્તિમાં આવતી બાધાઓ નાશ થાય છે. મહાશિવરાત્રિના દિવસે આ મંત્રનો જપ જરૂર કરો. તેનું અનેક ગણુ ફળ તમને મળશે.
શિવતાંડવ સ્ત્રોતનો જપ
માન્યતાઓ અનુસાર શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરવાથી વ્યક્તિની ધન સંપતિ સંબંધિત સમસ્યાઓ ખતમ થાય છે. સાતે સાથે વ્યક્તિમાં આત્મવિશ્વાસ પણ વધે છે. શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પુર્ણ થાય છે. કાલ સર્પ દોષ અને પિતૃ દોષથી પીડિત વ્યક્તિ માટે આ મંત્રનો જાપ કરવાનું સારુ મનાય છે.
આ પણ વાંચોઃ ફેબ્રુઆરીના અંતમા ચાર ગ્રહ બનાવી રહ્યા છે ચાર રાજયોગઃ કોને થવાનો છે જબરજસ્ત લાભ?