1 લાખના બજેટમાં હનીમુન પ્લાન કરવુ હોય તો આ છે બેસ્ટ પ્લેસ
લગ્ન બાદ હનીમુન પર જવાની પરંપરા છે. હનીમુન પર એક ન્યુલી મેરિડ કપલને એકબીજાની સાથે સમય વીતાવવાનો મોકો મળે છે, વેડિંગ સીઝન શરૂ થઇ ચુકી છે. અત્યારે ઘણા કપલ્સ હનીમુન પર જવાનુ પ્લાનિંગ કરતા હોય છે. જ્યારે ભારતમાં બેસ્ટ હનીમુન ડેસ્ટીનેશનની વાત આવે છે તો ન્યુ કપલ પાસે ઘણા ઓપ્શન હોય છે. અહીં ઘણા ઓપ્શન છે. તેમના માટે આ ઓપ્શન પસંદ કરવા ચેલેન્જ બને છે. ઓછા બજેટ વાળા કપલને ભારતની પસંદગીની જગ્યાઓના ઓપ્શન મળે છે, પરંતુ કેટલાક લોકોને બજેટની ચિંતા હોતી નથી. તેઓ હનીમુન પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. જો તમે પણ તમારુ હનીમુન યાદગાર બનાવવા ઇચ્છો છો, તો ભારતની ઘણી જગ્યાઓ છે. જો તમે 1 થી દોઢ લાખ સુધીની રકમ ખર્ચવા ઇચ્છો છો તો તમને જરા પણ અફસોસ નહીં થાય.
કેરળ
કેરળ ખરેખર એક બેસ્ટ હનીમુન ડેસ્ટીનેશન છે. પ્રકૃતિની વચ્ચે રહેવા માટે આ સૌથી સારી જગ્યા છે. ન્યુલી વેડ કપલ માટે અહીં ફરવા માટે ઘણું બધુ છે. આમ તો તમે આખા વર્ષમાં ગમે ત્યારે કેરળ જઇ શકો છો, પરંતુ ગરમીની સીઝનમાં અહીં જવાની મજા ઓર છે. અહીં કપલ હાઉસબોટમાં વન નાઇટ સ્ટે પણ કરી શકે છે. કોચીનના ચાના ખેતરોની મુલાકાત પણ રોમાંચિત કરે તેવી છે. એક કપલ માટે અહીં રોકાવાનો ખર્ચ 40,000થી લઇને 90,000 સુધી થઇ શકે છે.
હિમાચલ પ્રદેશ
ન્યુલી મેરિડ કપલ હવે જુના કલ્ચરમાંથી બહાર આવીને કંઇક નવુ પ્લાન કરવા લાગ્યા છે. છતાં પણ જો છેલ્લી ઘડી સુધી કોઇ હનીમુન ટુર પ્લાન ન થઇ હોય તો તમે હિમાચલમાં શિમલા-મનાલી જઇ શકો છો. હનીમુનને રોમેન્ટિક બનાવવા માટે આ સૌથી સારી જગ્યા છે. તમે કોઇ પણ સીઝનમાં ત્યાં જઇ શકો છો. કેમકે ગરમીની સીઝનમાં પણ આ જગ્યા ઠંડી જ હોય છે. અહીં જો કોઇ કપલ હનીમુન ટ્રિપ પ્લાન કરે તો સરેરાશ ખર્ચ 50,000થી 1 લાખ સુધી થઇ શકે છે.
આંદામાન આઇલેન્ડ
દરેક વ્યક્તિ અલગ હોય છે. તેમની પસંદ પણ અલગ હોય છે. કેટલાક લોકો હનીમુન માટે શાંત જગ્યાઓને પસંદ કરે છે. તો કેટલાક સમુદ્રી તટ પર જાય છે. જો તમને પણ સમુદ્રવાળી જગ્યાઓ સારી લાગે છે અને તમે હનીમુન પર લાખોનો ખર્ચ કરવાની ક્ષમતા ધરાવો છો તો તમારે આંદામાન આઇલેન્ડ જવું જોઇએ. આંદામાનમાં હેવલોક આઇલેન્ડ. અલ્ફ્રેડ કેવ્સ અને મરીના પાર્ક તેમજ એક્વેરિયમ જોવા લાયક છે. બે-ત્રણ દિવસની ટુરનો એક કપલનો ખર્ચ 60,000થી 1.10 લાખ સુધી આવી શકે છે.
ગોવા
આખા ભારતમાં પ્રેમનો અનુભવ કરવા માટે ગોવાથી બેસ્ટ જગ્યા બીજી કોઇ નથી. અહીં એકસાથે થોડા દિવસો વિતાવવા નવપરણિત યુગલ માટે સ્વર્ગમાં સમય વિતાવવા સમાન છે. જો તમે હનીમુન માટે ગોવા જવા ઇચ્છો છો તો સૌથી પહેલા પાલોલેમ બીચની સાથે સ્કુબા ડાઇવિંગનો આનંદ લો. ગોવા ફરવા માટે બહુ મોંઘી જગ્યા છએ. અહીં તમે 1.5 લાખ સુધીનુ પેકેજ લઇ શકો છો.