વજન ઘટાડવા ઇચ્છતા હો તો સાંજના નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી સ્નેક્સ
- સવારે તો હેલ્ધી ફુડથી શરૂઆત થાય છે, પરંતુ સાંજ પડતા જંકફુડ ખવાઇ જાય છે
- હેલ્ધી સ્નેક્સને ટ્રાય કરશો તો તમારુ પેટ પણ ભરાઇ જશે અને વેઇટ લોસમાં પણ હેલ્પ થશે
- દિવસભરમાં જેટલી કેલરી, સોડિયમ અને શુગર ન ખાધુ હોય તે એક વખતમાં જ ખાઇ લેવાય છે
વેઇટ લોસ માટે હેલ્ધી ડાયેટ ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો સવારની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરે છે અને લંચ પણ પણ હેલ્ધી તેમજ પ્રોટીનથી ભરપૂર કરે છે. સાંજના નાસ્તામાં ઘણી વખત લોકો જંકફુડ કે ફ્રાઇડ ફુડ ખાઇ લેતા હોય છે. આ કારણે દિવસભરમાં જેટલી કેલરી, સોડિયમ અને શુગર ન ખાધુ હોય તે એક વખતમાં જ ખાઇ લે છે. આવા સંજોગોમાં વજન ઘટાડવાના બદલે વધવાનું શરૂ થઇ જાય છે. જો તમે સાંજના સમયે ભુખ લાગે ત્યારે કંઇક ને કંઇક ખાઇ લો છો આ હેલ્ધી સ્નેક્સને ટ્રાય કરો. તેનાથી તમારુ પેટ પણ ભરાઇ જશે અને વેઇટ લોસમાં પણ હેલ્પ થશે.
મિક્સ્ડ ડ્રાયફ્રુટ્સ કે નટ્સ
બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, કિશમિશ જેવા ડ્રાયફ્રુટ્સ અને નટ્સને મિક્સ કરીને રાખી લો. સાંજના સમયે નાસ્તામાં થોડા મિક્સ્ડ ડ્રાયફ્રુટ્સ ખાઇ શકો છો. તેનાથી તમારુ મીઠાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને તમને કંઇ અનહેલ્ધી ખાવાનું મન પણ નહીં થાય. તે તમને એનર્જી આપવામાં પણ મદદ કરશે.
ડ્રાય રોસ્ટ પીનટ્સ
મગફળીને ડ્રાય રોસ્ટ કરીને રાખો. સાંજના નાસ્તામાં થોડા પીનટ્સ ખાવ. તે તમારા સોડિયમના ક્રેવિંગને પુરુ કરશે. ડ્રાય રોસ્ટ કરતી વખતે થોડી માત્રામાં મીઠુ નાંખી દો. તેથી મગફળી નમકીન થઇ જશે. આ પ્રકારના પીનટ્સ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. માર્કેટમાં મળતા ડ્રાય રોસ્ટ સોડિયમ વાળા પીનટ્સના બદલે ઘરમાં બનાવો. તે વધુ હેલ્ધી હશે.
પોપકોર્ન
એરફ્રાયરમાં પોપકોર્નને ફ્રાય કરી શકો છો. તેમાં ચીઝ, બટર કે મીઠું નાખવાનું અવોઇડ કરો. પોપકોર્ન એક હેલ્ધી સ્નેકની ગરજ સારે છે.
ખીરા વીથ ચટણી
જો તમને કંઇક ચટપટુ ખાવાનું મન થતુ હોય તો ખીરાની સ્લાઇસને તમે ગ્રીન સ્પાઇસી ચટણી સાથે ખાઇ શકો છો. તે તમને હેલ્થ પણ આપશે અને તમારુ સ્પાઇસી ખાવાનું ક્રેવિંગ પણ પુરુ કરશે.
પનીર
મીઠાનું ક્રેવિંગ પુરુ કરવાની સાથે પનીર હાઇ પ્રોટીન સ્નેક્સ પણ છે. તેને ખાવાથી તમે હેલ્ધી રહી શકશો. કાચા પનીરમાં થોડી માત્રામાં મિશ્રી મિક્સ કરી લો. તે તમારા મીઠા ક્રેવિંગને સરળતાથી પુરુ કરશે.
ટામેટાનો સલાડ
નાના આકારના ટામેટાને મોઝરેલા ચીઝ સાથે બેક કરી લો. તે તમારા ચીઝી ખાવાના ક્રેવિંગને પુરુ કરશે અને અનહેલ્ધી જંકફુડ ખાવાથી બચાવશે.
આ પણ વાંચોઃ ઇન્ડિપેન્ડેન્ટ વુમન સાથે ડેટ કરવી પણ સરળ નથીઃ જાણો કેમ?