‘દેશમાં રહેવું હોય તો જય શ્રી રામ બોલવું પડશે’, નવનીત રાણાની અમરાવતીમાં ગર્જના


અમરાવતી, 21 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા ફરી એકવર પોતાના નિવેદનને લઇ ચર્ચામાં આવી છે. અમરાવતીમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ‘જો તમારે આ દેશમાં રહેવું હોય તો તમારે જય શ્રી રામ બોલવું પડશે.ભગવાન રામનું મંદિર હતું… છે… છે અને રહેશે.’ નવનીત રાણાએ AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલને પડકાર ફેંક્યો અને તેમને અમરાવતીથી ચૂંટણી લડવાનો પ્રયાસ કરવા કહ્યું. તેણે ઈમ્તિયાઝ જલીલને અસદુદ્દીન ઓવૈસીનો ચમચો ગણાવ્યો હતો.
ઈમ્તિયાઝ- ઓવૈસીના ચમચા છે
નવનીત રાણાએ કહ્યું કે, ‘જેમણે સંભાજી નગરને કલંકિત કર્યું છે તેઓ અમરાવતી આવીને ચૂંટણી લડે. તેમનો સમગ્ર સંદર્ભ AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલ તરફ હતો. ઈમ્તિયાઝ જલીલ પર ટિપ્પણી કરતા નવનીત રાણાએ કહ્યું કે તે ઓવૈસીનો ચમચો છે.
ઇમ્તિયાઝ જેવા કેટલા લોકો આવ્યા – રાણા
નવનીત રાણાએ કહ્યું કે ઇમ્તિયાઝ જલીલ જેવા કેટલા લોકો આવ્યા અને કેટલા ગયા. ઈમ્તિયાઝ જલીલનું કહેવું છે કે તેઓ નવનીત રાણાને હરાવવા માટે અમરાવતી આવશે. નવનીત રાણાએ ઈમ્તિયાઝ અલીને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે જો હિંમત હોય તો અમરાવતી આવીને ચૂંટણી લડે અને જીતી બતાવે. હવે હું જોઈશ કે ઈમ્તિયાઝ જલીલ સંભાજી નગરમાંથી કેવી રીતે વિજયી બને છે.
इस देश में रहना है, तो जय श्री राम कहना होगा.. pic.twitter.com/ZnRHqbIyTH
— Navnit Ravi Rana (@navneetravirana) February 20, 2024
એક ચમચો છે અને ચમચો જ રહેશે – રાણા
નવનીત રાણાએ કહ્યું કે ઈમ્તિયાઝ જલીલ જેવા 56 આવ્યા અને 56 ગયા. તે એક ચમચો છે અને ચમચો જ રહેશે. નવનીત રાણાએ કહ્યું કે, ભગવાન રામનું મંદિર હતું, છે અને રહેશે, તેથી જ ત્યાં મંદિરનું નિર્માણ થયું છે. રાણાએ કહ્યું કે ઇમ્તિયાઝ જલીલ કહે છે કે બાબરી જીવિત છે, તો હું કહું છું કે ભગવાન રામનું મંદિર જીવિત હતું, જીવિત છે અને જીવંત રહેશે.