ચહેરો ચમકતો અને સ્કીન યંગ રાખવી હોય તો રોજ ખાવ આ 3 ફળ
- જો તમે લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીનું ધ્યાન રાખશો તો કોઈ પણ ક્રીમ કે કેમિકલની મદદ વગર પણ સ્કીન પર ચમક લાવી શકશો.
આજકાલના સમયમાં સ્કીનને ગ્લોઈંગ બનાવવા માટે લોકો મોંઘી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને મોંઘી મોંઘી સ્કીન ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. એ લોકો જાણતા નથી કે શરીરને યોગ્ય ખોરાક આપવો વધારે જરૂરી છે. જો તમે લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીનું ધ્યાન રાખશો તો કોઈ પણ ક્રીમ કે કેમિકલની મદદ વગર પણ સ્કીન પર ચમક લાવી શકશો.
હેલ્ધી ડાયેટ
હેલ્ધી ડાયેટ સારી સ્કીન માટે ખૂબ જ જરૂરી છે. તે શરીરને પણ સ્વસ્થ રાખે છે. સ્કીન અને હેર માટે ફળો ખાવા ખૂબ જરૂરી છે. ફળોમાં પાણીની માત્રા સારી એવી હોય છે. તે ત્વચાને હાઈડ્રેટ, હેલ્ધી અને યુવાન રાખે છે. ફળમાં અઢળક વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ સહિતના પોષકતત્વો હોય છે. જો તમે પણ ગ્લોઈંગ સ્કીન મેળવવા ઈચ્છતા હો તો આ ફળો દરરોજ ખાવ.
સંતરા
સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી વિટામિન છે. વિટામિન સી કોલેજન સિંથેસિસ માટે પણ જરૂરી છે, તેના કારણે સ્કીન ટાઈટ રહે છે અને ચહેરા પર કરચલીઓ પડતી નથી. તે ત્વચાને યુવાન રાખે છે. આ ઉપરાંત તે સ્કીનને રિપેર કરવાનું પણ કામ કરે છે. સંતરામાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણો પણ હોય છે.
સફરજન
સફરજન પોષકતત્વોનો ખજાનો છે. તેમાં ફાઈબર, વિટામિન એ, બી સહિત અનેક પોષક તત્વો અને એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે. ફ્રી રેડિકલ્સ શરીરમાં એજિંગ વધારવા માટે જવાબદાર છે. તેકોશિકાઓને નુકશાન પહોંચાડવાની સાથે, તે આપણી ત્વચાને અકાળે વૃદ્ધ પણ બનાવે છે. આવી સ્થિતિમાં, સફરજનમાં હાજર પોષક તત્વો આ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને આપણી ત્વચાની સુરક્ષા કરે છે.
બેરીઝ
સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લૂબેરી અને ગોજી બેરીઝ જેવા ફળો તેમના સમૃદ્ધ એન્ટીઓક્સીડન્ટ્સ માટે પ્રખ્યાત છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. આ ઉપરાંત, ત્વચાના મૃત કોષોને દૂર કરીને ત્વચાના છિદ્રોને ખોલે છે, જે તમારી ત્વચાને ઓક્સિજન મેળવવામાં મદદ કરે છે. તેમાં એવા એન્ઝાઈમ મળી આવે છે જે એજિંગની પ્રક્રિયાને ધીમી કરે છે અને ચહેરા પર ગ્લો વધારે છે.
આ પણ વાંચોઃ કવિતા ચૌધરીની ‘ઉડાન’ થંભી ગઈઃ 67 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન