વધતી ઉંમરે પણ હાડકાં રાખવા હોય મજબૂત તો એક્સપર્ટની આ સલાહ માનો


- હાડકાંને કારણે જ આપણા આખા શરીરને આકાર મળે છે, જો તે નબળાં પડે તો ઓવરઓલ હેલ્થ પ્રભાવિત થાય છે. ઉંમર વધવાની સાથે તમે હાડકાંને મજબૂત બનાવવા માટે હેલ્થ એક્સપર્ટ્સની સલાહ માનો તે જરૂરી છે
વધતી ઉંમર સાથે હાડકાં નબળા પડે છે. શરીરમાં પોષણની કમી થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખાણી પીણી અપનાવી લે તો હેલ્થ માટે બેસ્ટ ગણાશે. વ્યક્તિ 60ની ઉંમર પાર કરે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી હાડકા સાથે જોડાયેલી ગંભીર બીમારીઓ જોવા મળે છે. હાડકાંને કારણે જ આપણા આખા શરીરને આકાર મળે છે, જો તે નબળાં પડે તો ઓવરઓલ હેલ્થ પ્રભાવિત થાય છે. ઉંમર વધવાની સાથે તમે હાડકાંને મજબૂત બનાવવા માટે હેલ્થ એક્સપર્ટ્સની સલાહ માનો તે જરૂરી છે. જાણો એક્સપર્ટની આ ટિપ્સઃ
કેલ્શિયમ લેવલ
કેલ્શિયમ લેવલ વધતી ઉંમર સાથે ઘટવા લાગે છે. 60 વર્ષની ઉંમર બાદ કેલ્શિયમ લેવલ સતત ચેક કરતા રહેવું જોઈએ. શરીરને દરરોજ 1000 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે. રોજ એક ગ્લાસ દૂધ અથવા એક વાટકી દહીં 300 મિલિગ્રામ કેલ્શિયમ મળી જાય છે. તમારા આહારમાં કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો.
વિટામિન ડી
શરીર માટે કેલ્શિયમ જેટલું જ જરૂરી છે વિટામિન ડી. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે. શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે કેલ્શિયમ યોગ્ય રીતે એબ્ઝોર્બ થઈ શકતું નથી અને હાડકાની સમસ્યાઓ શરૂ થાય છે
નિયમિત વ્યાયામ
વધતી ઉંમર સાથે જીવનશૈલીમાં જરૂરી ફેરફારો કરવા પડે છે. તમારા રૂટિનમાં એક્સર્સાઈઝનો સમાવેશ કરો. તેનાથી હાડકાંની મજબૂતાઈ જાળવવામાં મદદ મળશે.
સ્ક્રીનિંગ ડેક્સા
હાડકાંની સારી તંદુરસ્તી જાળવવા માટે 60 વર્ષની ઉંમર પછી સ્ક્રીનિંગ ડેક્સા સ્કેન જરૂર કરાવો. તેના લીધે હાડકાંની સ્થિતિ જાણી શકાય છે. સ્ત્રીઓએ મેનોપોઝ પછી આ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ, જેથી તેમને યોગ્ય સમયે સારવાર મળી શકે.
આ પણ વાંચોઃ આઈસ્ક્રીમ પ્રેમીએ બનાવ્યો અનોખો રેકોર્ડ! 45 દિવસમાં 300થી વધુ આઈસ્ક્રીમ મંગાવ્યા