બ્લડ સુગર લેવલને કન્ટ્રોલમાં રાખવું હોય તો સુતા પહેલા કરો આ કામ
ડાયાબિટીસ એક એવી બિમારી છે, જે એકવાર થઇ ગયા પછી લાઇફટાઇમ પીછો છોડતી નથી. જોકે તમે તમારી લાઇફસ્ટાઇલમાં બદલાવ કરીને તેમાંથી છુટકારો મેળવી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ પોતાની ખાણીપીણીની સાથે સાથે કેટલીક સારી આદતો પણ અપનાવશે તો શુગર લેવલ કન્ટ્રોલમાં રહેશે. સૌથી પહેલા તો રાતે રિલેક્સ થઇને સુવો, સ્ટ્રેસ ન લો. ઉંઘ સૌથી મહત્ત્વની છે. જે ડાયેટ અને એક્સર્સાઇઝ ઉપરાંત શુગર લેવલને કન્ટ્રોલ કરવા માટે જરૂરી છે. ઉંઘની કમીથી ઇન્સ્યુલિન લેવલ પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પણ બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખીને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવા ઇચ્છો છો તો આટલી બાબતોનો ખાસ ખ્યાલ રાખો. રાતે આ રૂટિન અવશ્ય ફોલો કરો.
કેફીનનું સેવન ઘટાડો
રાતે સુતા પહેલા કદી પણ કેફીનયુક્ત પદાર્થોનું સેવન ન કરો. ચા, કોફી, ચોકલેટ, સોડા જેવી વસ્તુઓના સેવનથી દુર રહો. કેફીનયુક્ત વસ્તુઓ તમને જગાડે છે. જેના કારણે તમને ઉંઘ આવતી નથી. આ સાથે એ પણ જરૂરી છે કે આલ્કોહોલનું સેવન પણ ઓછી માત્રામાં કરો. તે પણ તમારી ઉંઘ પર ખરાબ અસર કરે છે.
ભરપુર ઉંઘ લો
એક્સપર્ટ્સનું કહેવુ છે કે બ્લડ શુગર લેવલને મેનેજ કરવા માટે ભરપુર ઉંઘ લો. ડાયાબિટીસના દર્દીઓ માટે 6થી 8 કલાકની ઉંઘ જરૂરી છે. સ્ટ્રેસ ફ્રી રહો, રિલેક્સ થઇને સુવો. બધી ચિંતાઓ બાજુએ મુકો
રાતમાં સ્નેકિંગને ટાળો
ડાયાબિટીસના દર્દીઓને વારંવાર ભુખ લાગે છે. ખાસ કરીને રાતના સમયે. રાતે હેવી ખાવાથી બચો. કોશિશ કરો કે રાતનું જમવાનું વહેલા ખાઇ લો. રાતે ભુખ લાગે તો દુધ પી શકો છો. રાતે મોડા જમવાથી તમારુ બ્લડ શુગર લેવલ હાઇ રહે છે.
ફિઝિકલ એક્ટિવિટી
સુતા પહેલા કોઇ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી તમારા શરીર માટે ફાયદાકારક છે. તેનાથી સ્ટ્રેસ ઘટે છે. સુતા પહેલા કે રાતે જમ્યા બાદ ટહેલવુ તમારા શુગર લેવલને સ્થિર રાખવામાં મદદરૂપ છે. જોકે આ કામ સુવાના એકાદ કલાક પહેલા કરો.
હળવુ ખાવ
રાતે સારી ઉંઘ લેવા માટે જરૂરી છે કે ડિનરમાં ભારે ભોજન લેવાનું ટાળો. રાતે હળવો ખોરાક ખાવ. કોશિશ કરો કે રાતનું જમવાનું થોડા વહેલા જમી લો. મોડા જમશો તો પચશે નહીં. થોડુ ઓછુ જમો. રાતે સુતા પહેલા ફોન, લેપટોપ અને ટીવીથી દુર રહો.
આ પણ વાંચોઃ બે દિવસમાં સિંગતેલના ભાવ આસમાને ! ફરી એક વખત ભાવમાં આટલો વધારો ઝીંકાયો