12 કલાક રોટલીઓ ફ્રેશ અને ટેસ્ટી રાખવી હોય તો કરો આ નાનકડું કામ
- રોટલીઓ જેટલા વધુ સમય સુધી સોફ્ટ રહી શકે તે એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. સારી રોટલીઓ બનાવવા અને 12 કલાક રોટલીઓ ફ્રેશ રાખવા માટે લોટ બાંધવાની યોગ્ય રીત જરૂરી છે
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની બનાવેલી રોટલીઓ એકદમ સોફ્ટ અને ફુલેલી રહે અને દરેક વ્યક્તિ તેમની રોટલીઓના વખાણ કરે. રોટલીઓ જેટલા વધુ સમય સુધી સોફ્ટ રહી શકે તે એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. સારી રોટલીઓ બનાવવા અને 12 કલાક રોટલીઓ ફ્રેશ રાખવા માટે લોટ બાંધવાની યોગ્ય રીત જરૂરી છે. કેટલીક વ્યક્તિઓની રોટલી અનેક કોશિશ છતાં પણ ફુલતી નથી. ક્વોલિટી વાળો લોટ હોવા છતાં પણ રોટલીઓ કાળી પડી જાય છે. તો આ ટ્રિક્સ તમારી મદદ કરશે. આ ટ્રિક્સની મદદથી તમે ટેસ્ટી અને લાંબા સમય સુધી ફ્રેશ રહે તેવી રોટલીઓ બનાવી શકશો.
લોટ બાંધવામાં કરો બરફનો ઉપયોગ
જો તમે ઉનાળામાં સોફ્ટ રોટલી બનાવવા માંગો છો, તો લોટ બાંધતી વખતે આ ટ્રિક અપનાવો. લોટને સાદા પાણીથી બાંધવાને બદલે બરફના પાણીનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો, તમે સામાન્ય પાણીમાં 4-5 બરફના ટુકડા પણ ઉમેરી શકો છો. બરફના ઠંડા પાણીથી બાંધેલા લોટની રોટલી એકદમ સોફ્ટ હોય છે. તે કાળી પણ પડતી નથી.
સોફ્ટ રોટલી માટે આ કામ પણ કરો
જો તમે સોફ્ટ રોટલી બનાવી નથી શકતા તો લોટ બાંધતી વખતે તેમાં એક ચમચી દેશી ઘી નાંખી શકો છો. જ્યારે તેમાંથી રોટલી બનાવવામાં આવશે ત્યારે તે એકદમ ફૂલેલી રહેશે અને થોડા કલાકો પછી પણ રોટલીની સોફ્ટનેસ જળવાઈ રહેશે.
આ વાતનું પણ રાખો ધ્યાન
જ્યારે પણ તમે લોટ બાંધો છો ત્યારે તેમાંથી તરત જ રોટલી ન બનાવો. તેના બદલે, લોટ બાંધીને તેને સેટ થવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ માટે બાજુ પર રાખો. ત્યારબાદ જો તમે આ લોટમાંથી રોટલી બનાવશો, તો તે ફૂલેલી અને સોફ્ટ રહેશે. સોફ્ટ રોટલી પચવામાં સરળ અને હેલ્ધી હોય છે.
આ પણ વાંચોઃ ગરમીમાં ગોળ ખાવાના ફાયદા વધુ છે કે નુકશાન? જાણો સાચી વાત