ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

મેન્ટલ હેલ્થ સુધારવી હોય તો ખૂબ કરો ડાન્સ, જાણો કેવી રીતે મદદરૂપ?

  • જ્યારે આપણે ડાન્સ કરીએ છીએ, ત્યારે આપણું શરીર ખુશી આપનારા હોર્મોન્સ છોડે છે, જે આપણો મૂડ સુધારે છે. આ ઉપરાંત ડાન્સ આપણને આપણી રોજિંદી ચિંતાઓથી મુક્ત થવામાં અને એક થોડી ક્ષણો માટે બધું ભૂલી જવા માટે મદદ કરે છે.

જો તમે તમારું માનસિક સ્વાસ્થ્ય (મેન્ટલ હેલ્થ) સુધારવા માંગો છો, તો ડાન્સ એ ખૂબ જ સારો ઉપાય છે. ડાન્સ આપણને ખુશી આપે છે, સાથે સાથે આપણો સ્ટ્રેસ પણ ઘટાડે છે. જ્યારે આપણે ડાન્સ કરીએ છીએ, ત્યારે આપણું શરીર ખુશી આપનારા હોર્મોન્સ છોડે છે, જે આપણો મૂડ સુધારે છે. આ ઉપરાંત ડાન્સ આપણને આપણી રોજિંદી ચિંતાઓથી મુક્ત થવામાં અને એક થોડી ક્ષણો માટે બધું ભૂલી જવા માટે મદદ કરે છે. તેથી, જો તમે તમારા મનને હળવું કરવા અને ખુશ રહેવા ઈચ્છતા હો, તો તમારા મનપસંદ ગીત પર ડાન્સ કરો.

સ્ટ્રેસ ઘટાડે છે

જ્યારે તમે ડાન્સ કરો છો ત્યારે તમારું શરીર એન્ડોર્ફિન નામનું એક ખાસ હોર્મોન છોડે છે. આ હોર્મોન આપણને ખૂબ જ ખુશી આપે છે અને તે આપણા સ્ટ્રેસને દૂર કરે છે. તેનાથી આપણી ચિંતા અને માનસિક તકલીફ ઓછી થાય છે.

આત્મસન્માન વઘારે છે

ડાન્સ કરવાથી આપણે આપણા શરીરને સારી રીતે સમજવાનું શરૂ કરીએ છીએ અને આપણો આત્મવિશ્વાસ વધે છે. જ્યારે આપણે નવા ડાન્સ સ્ટેપ્સ શીખીએ છીએ અને તે સારી રીતે કરવા લાગીએ છીએ, ત્યારે આપણે આપણા પર ગર્વ અનુભવીએ છીએ. તે આપણને ખુશી આપે છે અને આપણું આત્મસન્માન વધારે છે.

પ્રસન્નતા આપે છે

જ્યારે આપણે ડાન્સ કરીએ છીએ, ત્યારે આપણું શરીર એન્ડોર્ફિન છોડે છે, તે આપણા શરીરને ખુશી આપતા હોર્મોન્સ છે. તે આપણને ખુશીની સાથે સાથે એનર્જેટિક પણ બનાવે છે. તેનાથી તમારો મૂડ સુધરે છે તમે તણાવથી મુક્ત અનુભવી શકો છો. ડાન્સ પ્રસન્નતા અને હળવાશ આપે છે.

મેન્ટલ હેલ્થ સુધારવી હોય તો ખૂબ કરો ડાન્સ, જાણો કેવી રીતે મદદરૂપ? hum dekhenge news

મિત્રો બનાવવાનો મોકો

જ્યારે તમે ડાન્સ ક્લાસમાં જાઓ છો અથવા ગ્રુપમાં ડાન્સ કરો છો, ત્યારે તમને નવા મિત્રો બનાવવાની તક મળે છે. આનાથી તમે એકલતા અનુભવતા નથી. નવા લોકોને મળવાથી અને તેમની સાથે ડાન્સ કરવાથી તમને આનંદ થાય છે અને તમારો સમય પણ સારો પસાર થાય છે.

સક્રિય રાખે છે

ડાન્સ એક મજેદાર ફિઝિકલ એક્સર્સાઈઝ છે. તે તમને ફિટ રાખે છે. તે આપણા શરીરને સક્રિય રાખે છે. તે વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે હેલ્ધી રાખે છે. ડાન્સ તમારી વિચારવાની ક્ષમતા વધારે છે અને તમને વધુ સર્જનાત્મક બનાવે છે.

આ પણ વાંચોઃ વિશ્વની સૌથી શક્તિશાળી શાકભાજી કઈ? જાણો અહીં

Back to top button