પરદેશ જવુ હોય તો આ દેશમાં છે ટેલેન્ટેડ લોકોની કદર…


સિંગાપોર એક નાનકડો દેશ છે, પરંતુ જગતના અર્થતંત્રમાં તેનું મોટુ મહત્વ છે. ભારતમાંથી ઘણા લોકો સિંગાપોરમાં કામ કરે છે અને ઘણા યુવાનો સિંગાપોર જવા માંગતા હોય છે. હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. સિંગાપોરે ટેલેન્ટેડ લોકોને લોંગ ટર્મ વિઝા આપવાની શરૃઆત કરી છે.
સિંગાપોરના વિઝા નિયમો થોડા આકરા છે, તેની સામે ત્યાં મળતું આર્થિક વળતર પણ ઘણુ ઊંચુ છે. પરદેશી ટેલેન્ટેડ સિંગાપોરમાં રહીને કામ કરી શકે એટલા માટે સરકારે ઓવરસિઝ નેટવર્ક્સ એન્ડ એક્સપર્ટાઈઝ પાસ નામની યોજના શરૃ કરી છે.
આ પણ વાંચો: કરિયર ઓપશન: બેસ્ટ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ કેવી રીતે પસંદ કરવી?
કોઈને બિઝનેસ કરવો હોય કે પછી કોઈમાં ટેલેન્ટ હોય.. એ બધા કિસ્સામાં સિંગાપોર સ્વાગત કરશે. સિંગાપોરમાં પ્રવેશ માટે ડઝનથી વધારે પ્રકારના વિઝા આપવામાં આવે છે. આ અંગેની તમામ વિગતો સિંગાપોર સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઈટ www.mfa.gov.sg પર આપવામાં આવી છે.