ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

અનિંદ્રા, સ્ટ્રેસ, સાંધાનો દુખાવો સહિતની તકલીફોથી મુક્ત થવું હોય તો કરો એક કામ

Text To Speech
  • પૌષ્ટિક વાનગી બનાવવી હોય, ક્યાંય પેઈન હોય, વાળનો સારો ગ્રોથ કરવો હોય કે ચહેરો ચમકાવવો હોય તો સરસવનું તેલ રામબાણ છે

સાધારણ દેખાતું સરસવનું તેલ ખૂબ જ લાભકારી છે એ વાત તો આપણે જાણીએ છીએ. પૌષ્ટિક વાનગી બનાવવી હોય, ક્યાંય પેઈન હોય, વાળનો સારો ગ્રોથ કરવો હોય કે ચહેરો ચમકાવવો હોય તો સરસવનું તેલ રામબાણ છે. આપણા ઘરના વડીલો હજુ પણ અનેક કામ માટે સરસવનું તેલ વાપરતા હશે. હવે સરસવના તેલનો એક ગજબ નુસખો અજમાવીને જુઓ તેનાથી તમને વિચાર્યા નહીં હોય તેવા ફાયદા મળશે.

ગાઢ નિંદ્રા માટે વાપરો સરસવનું તેલ

જો તમે અનિંદ્રાની સમસ્યાથી પીડાતા હો અને રાતે સારી ઊંઘ ઈચ્છતા હો તો તમારા પગના તળિયા પર સરસવના તેલની માલિસ કરો. આજકાલની ભાગદોડ ભરેલી લાઈફમાં સ્ટ્રેસ અને થાકના કારણે આપણે સારી ઉંઘ લઈ શકતા નથી. તેની અસર આપણી હેલ્થ પર થાય છે. રાતે સૂતા પહેલા હૂંફાળું સરસવનું તેલ પગના તળિયે માલિસ કરો અને જુઓ તેના ફાયદા

સ્ટ્રેસમાંથી આપશે મુક્તિ

તમારા મગજમાં 24 કલાક ટેન્શન રહેતું હોય. આ તણાવના કારણે તમને હસવા બોલવાનું મન ન થતું હોય, કોઈની સાથે વાત કરવાનું મન ન થતું હોય તો તમે શાંતિથી બેસીને તમારા પગના તળિયે માલિશ કરો. આમ કરવાથી તમારું સ્ટ્રેસ હોર્મોન ઘટે છે અને શરીર પણ તણાવ મુક્ત થાય છે.

અનિંદ્રા, સ્ટ્રેસ, સાંધાનો દુખાવો સહિતની તકલીફોથી મુક્ત થવું હોય તો કરો એક કામ hum dekhenge news

ત્વચા પર આવે છે ગજબની ચમક

રોજ રાતે સુતા પહેલા જો તમે તમારા પગના તળિયે સરસવના તેલની માલિશ કરો છો તો બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે. તેનાથી આખા શરીરમાં બ્લડ ઝડપથી સર્ક્યુલેટ થાય છે. જેના કારણે જરૂરી પોષક તત્વો તમારી ત્વચા સુધી પહોંચે છે અને આમ થવાથી ત્વચામાં ચમક દેખાવા લાગે છે.

પીરિયડ્સમાં આપે છે રાહત

સરસવના તેલની માલિશ તમને પીરિયડ્સ દરમિયાન પણ ફાયદો પહોંચાડે છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓના પેઈનને ઘટાડવામાં સરસવના તેલની માલિશ ફાયદારૂપ સાબિત થાય છે.

સાંધાનો દુખાવો પણ થશે છૂમંતર

જો તમે પણ સાંધાના દુખાવાથી પરેશાન હો તો આ નુસખો ચોક્કસ ટ્રાય કરજો. રોજ રાતે 10 મિનિટ પગના તળિયે સરસવના તેલથી માલિશ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને નસોને રાહત મળશે. તેમજ સાંધાના દુખાવામાં પણ આરામ મળશે.

આ પણ વાંચોઃ શું તમે ટેટૂ બનાવવાનું વિચારી રહ્યા છો? જો હા તો આ આડઅસરો વિશે પણ એકવાર જાણીલો

Back to top button