ગ્લોઇંગ સ્કીન મેળવવા ઇચ્છતા હો તો રોજ સવારે પીવો આ હેલ્ધી ડ્રિંક્સ
- મોર્નિગ ડ્રિંક્સની અસર આપણી હેલ્થ પર સૌથી વધુ
- સવારે ઉઠીને હેલ્ધી ડ્રિંક મેટાબોલિઝમ સારુ રાખી શકે
- બોડી ડિટોક્સ થવાની સાથે ગ્લોઇંગ સ્કીન પણ મળે છે
મોર્નિંગ ડ્રિંક્સની અસર આપણી હેલ્થ પર વધુ પડે છે. સવારે ઉઠીને પાણી પીવાથી આપણુ મેટાબોલિઝમ સારુ રહે છે અને પેટ સ્વસ્થ રહે છે. પાણી ઉપરાંત એવી ઘણી વસ્તુઓ છે જે સવારે ઉઠીને પીવાથી તમારુ શરીર તો ડિટોક્સ થાય જ છે, પરંતુ તમને ગ્લોઇંગ સ્કીનની પણ ભેટ મળે છે. જો તમે પણ ગ્લોઇંગ સ્કીન મેળવવા ઇચ્છતા હો તો તમારે તમારા દિવસની શરૂઆત આ ખાસ ડ્રિંક્સથી કરવી જોઇએ.
જાણો આ ડ્રિંક્સ વિશે
વોટર થેરેપી
સારી માત્રામાં પાણીનું સેવન આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે. આપણા શરીરમાં 75 ટકા ભાગ પાણીનો છે. પાણી આપણી સ્કીનને ક્લિયર રાખવાની સાથે સાથે આપણને હેલ્ધી પણ રાખે છે. શરીરમાં પાણીની કમી થાય તેને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. આ કારણે સ્કિન ડ્રાય થવા લાગે છે. તો જરૂરી છે કે તમે દિવસભર 2થી 3 લિટર પાણી પીવો. વધુ પાણી પીવાથી શરીરના તમામ ટોક્સિક પદાર્થો બહાર નીકળી જશે અને ત્વચામાં ભેજ જળવાઇ રહેશે.
આ પણ વાંચોઃ દીપિકા કક્કડ પોતાના પુત્ર સાથે માણી રહી છે સુંદર પળો, શોએબ ઈબ્રાહિમે વીડિયો શેર કરતા કહ્યું…
મધ અને લીંબુનુ પાણી
પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવાથી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી એજિંગ વસ્તુઓનું ઉત્પાદન થાય ચે. જેના કારણે તમામ ટોક્સિન પદાર્થ બહાર નીકળે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. મધમાં એન્ટી-એજિંગ તત્વો હોય છે, જે સ્કીનને ભેજ આપે છે અને લીંબુમાં વિટામીન સી મળી આવે છે, જે નવી કોશિકાઓનું નિર્માણ કરે છે.
ફ્રુટ જ્યુસ
ફ્રુટમાં વિટામીન અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સ ભરપૂર હોય છે. ગાજર, બીટ, દાડમથી લઇને ટેટી, પપૈયુ, તરબૂચ જેવા ફળોમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામીન્સ હોય છે. જે ખીલ, કરચલીઓ અને ફાઇન લાઇન્સને રોકે છે અને ત્વચાને હેલ્ધી રાખે છે. ટામેટા અને ખીરા કાકડીનું સલાડ પણ ખીલ થતા રોકી શકે છે.
ગ્રીન ટી
ગ્રીન ટીમાં થોડુ લીંબુ મિક્સ કરીને પીવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળે છે અને તેનાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ બને છે.
હળદરવાળુ દુધ
હળદરવાળા દુધનો ઉપયોગ દવાની જેમ કરવામાં આવે છે. તેમાં એન્ટીવાઇરલ ગુણ હોય છે. રોજ સવારે દુધમાં થોડી હળદર મેળવીને પીવાથી સ્કિન હેલ્ધી રહે છે.
આ પણ વાંચોઃ મણિનગર અકસ્માત સર્જનાર નબીરાઓના પોલીસે બોલાવ્યા મોર, જુઓ વીડિયો