ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

બાળકોના ‘સુપર ડેડી’ બનવા ઇચ્છતા હો તો અપનાવો આ ટિપ્સ

  • હવે પિતાની જવાબદારી માત્ર આર્થિક રહી નથી
  • બાળકોને પણ પિતાના ગાઇડન્સની જરૂર હોય છે
  • બાળકો સાથે બોન્ડિંગ મજબૂત કરવા તેના શોખમાં પણ રસ લો

પેરેન્ટ્સ બનવુ માતા પિતા બંને માટે ખાસ હોય છે. માતાની જેમ પિતાએ પણ બાળકના ઉછેર માટે કેટલાક ખાસ પ્રયાસ કરવાની જરૂર હોય છે. જેથી તમે બાળકોના આઇડિયલ ડેડી બની શકો. હવે તે સમય નથી રહ્યો જ્યારે પિતા માત્ર ઘરની આર્થિક જવાબદારીઓ પુરી કરે. હવે પિતાએ માતાની સાથે સાથે બાળકોને પણ સપોર્ટ કરવો પડે છે. બાળકોને લાઇફમાં આગળ વધવા માટે યોગ્ય ગાઇડન્સ પણ આપવુ પડે છે. જો તમે બાળકો માટે આઇડિયલ પિતા બનવા ઇચ્છો છો તો આ ટિપ્સ અપનાવો

બાળકોના 'સુપર ડેડી' બનવા ઇચ્છતા હો તો અપનાવો આ ટિપ્સ hum dekhenge news

હોબીઝમાં રસ લો

બાળકો સાથેનું બોન્ડિંગ મજબૂત કરવા માટે તેના હોબીઝ, એક્ટિવીટીઝમાં રસ લો. બાળકો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરો. પછી ભલે તે ગેમ હોય કે તેની વાતો ખાલી સાંભળવાની હોય. બાળકો સાથે તમારુ બોન્ડિંગ એવુ હોવુ જોઇએ કે તે પોતાના મનની બધી વાત તમને કરે અને તેના ઇમોશન્સ શેર કરે

બાળકો સાથે કોમ્યુનિકેશન જરૂરી

બાળકો સાથેનું કોમ્યુનિકેશન તમારા સંબંધોને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે. બિઝી શિડ્યુઅલમાંથી સમય કાઢો. તમે બાળક સાથે વાત કરતા હો ત્યારે તેની જ વાત સાંભળો. નાનપણથી આવુ કોમ્યુનિકેશન બાળક મોટુ થશે ત્યારે પણ તેને સમજવામાં તમારી મદદ કરશે.

બાળકોના 'સુપર ડેડી' બનવા ઇચ્છતા હો તો અપનાવો આ ટિપ્સ hum dekhenge news

તમે જ છો રોલ મોડલ

બાળકોના પહેલા રોલ મોડલ તેમના પેરેન્ટ્સ હોય છે. તેથી તમારી ઇમાનદારી, સચ્ચાઇ, જવાબદારીઓ અને કામ માટેના ડેડિકેશનથી તેના રોલ મોડલ બનો. બાળકો પોતાના પિતાના વ્યવહારથી જ શીખતા હોય છે. તમે ખુદ ડિસિપ્લિન મેઇન્ટેન કરો. તેનાથી બાળકોની અંદર જવાબદારીનો અહેસાસ થશે.

અભ્યાસમાં મદદ કરો

દરેક પેરેન્ટ્સ ઇચ્છે છે કે તેમનું બાળક અભ્યાસમાં આગલ રહે. આ માટે જરૂરી છે કે તેની સાથે સ્ટડીમાં ઇન્વોલ્વ રહો. પીટીએમ એટેન્ડ કરો. તેના હોમવર્ક અને પ્રોજેક્ટને પુરા કરવામાં સાથ આપો.

ઇમોશનલી સપોર્ટ કરો

બાળકોને ઇમોશનલી સપોર્ટ કરો, ક્યારેક બાળક કોઇ વાતમાં કોઇ ઇમોશન વ્યક્ત કરવામાં કન્ફ્યુઝ હોઇ શકે છે. આ સમયે તેને સાથ આપો. તેનાથી તેનો મેન્ટલી વિકાસ થશે અને તે માનસિક રીતે મજબૂત બનશે.

બાળકોના 'સુપર ડેડી' બનવા ઇચ્છતા હો તો અપનાવો આ ટિપ્સ hum dekhenge news

ઘરના કામમાં પાર્ટનરને મદદ કરો

તમે તમારા પાર્ટનરને ઘરના કામમાં મદદ કરશો તેની બાળકો પર પણ પોઝિટીવ અસર પડશે અને તેનામાં પણ હેલ્પ કરવાની તેમજ સમાનતાની ભાવના વિકસશે. તમારે તેને શીખવવાની જરૂર નહીં પડે.

ફ્લેક્સિબલ બનો

પેરેન્ટ્સ હોવાના નાતે તમારે ફ્લેક્સિબલ બનવુ પડશે. બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેમના વ્યવહાર અને વર્તનમાં અંતર આવતુ જાય છે. તેને સમજવાની અને સ્વીકારવાની કોશિશ કરો. આ બધી વાતો તમને સુપર ડેડ બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ ગુજરાત: રોંગ સાઈડ ડ્રાઈવથી અકસ્માતમાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button