ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

બનવા માંગો છો કરોડપતિ તો શરૂ કરો પત્નીની સેવા: ભગવાન નારાયણ પોતે પણ..

HD ન્યુઝ ડેસ્ક, 8 માર્ચ, 2025: ધનવાન બનવાનું સપનું દરેક વ્યક્તિ સેવતુ હોય છે. દરેક વ્યક્તિ પોતાની કમાણીની રકમમાંથી બચત કરીને ક્યાંકને ક્યાંક રોકાણ કરવાનું વિચારે છે. જો કે તમારુ આ સ્વપ્ન પૂર્ણ થઇ શકે છે. એ માટે તમારે કોઇ જાદુની જરુર નથી. તમારે તમારી પત્નીની સેવા કરવાની જરૂર છે. આપણા સનાતન ધર્મની માન્યતાઓના આધારે, ઘણા ઉકેલો છે જેને અપનાવીને આપણે આપણી નાણાકીય સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ. સાત શુક્રવાર સુધી તમારી પત્નીને સફેદ રસગુલ્લા ખવડાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ભગવાન જગન્નાથ પણ દેવી લક્ષ્મીને રસગુલ્લા ખવડાવીને પ્રસન્ન કરતા હતા. આ પરંપરા ૧૦૦૦ વર્ષ જૂની છે. આજે આ વાત કરવાનું ખાસ કારણ એ છે કે આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ International Women’s Day છે.

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે કરોડપતિ બની જાય. સનાતન ધર્મમાં માન્યતાના આધાર પર એવા અનેકો ઉપાય છે, જેને કરવાથી આર્થિક સમસ્યાઓ ખતમ કરી શકાય છે. જો તમે પણ કરોડપતિ બનવા માગો છો, તો તમારી પત્નીને સફેદ રસગુલ્લા ખવડાવવાનું શરૂ કરી દો. રસગુલ્લા સતત સાત શુક્રવાર સુધી ખવડાવવાના છે. ત્રીજા શુક્રવાર બાદથી ક્યાંકને ક્યાંક આપની પાસે ધન આવવાનું શરૂ થઈ જશે. આ ઉપાય અપનાવવાથી પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા તણાવમાંથી રાહત મળી શકે છે. બંનેના સંબંધ મધુર બને છે.

સ્ત્રીની હથેળીઓમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ભગવાન જગન્નાથ માતા લક્ષ્મીને મનાવવા માટે એક જ રીતે અપનાવતા હતા. તેઓ માતા લક્ષ્મીને રસગુલ્લાનો ભોગ અર્પણ કરતા હતા. સૌથી પહેલા તમે બજારમાંથી સફેદ રંગના રસગુલ્લા લઈ આવો. ત્યારબાદ તમારે તમારી પત્નીના બંને હાથ પર ચુંબન કરવાનું છે. ત્યારબાદ પત્નીને પોતાના હાથે શુક્રવારની રાત્રે રસગુલ્લા ખવડાવો. શુક્રવાર મા લક્ષ્મીનો દિવસ હોવાથી, આ દિવસે તમારી પત્નીને લક્ષ્મીજીનો પ્રિય રસગુલ્લા ખવડાવવાથી, તમને પણ તમારા જીવનમાં લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે. ઉપરાંત, તમારી સંપત્તિમાં પણ વધારો થાય છે. શુક્રવારે તમારી પત્નીને ઘરેણાં, કપડાં અને સૌંદર્ય પ્રસાધનો ભેટ આપવાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત બને છે. આનાથી તમને અપાર સંપત્તિ મળે છે.

એક હજાર વર્ષથી ચાલી આવે છે આ પરંપરા

આ પરંપરા પુરીના જગન્નાથ મંદિરમાં લગભગ 1000 વર્ષથી જોવા મળે છે. ભગવાન જગન્નાથ આ મંદિરમાં આવ્યા ત્યારથી રસગુલ્લા ચઢાવવાની પરંપરા ચાલુ છે. જ્યારે ભગવાન જગન્નાથ ગુંડીચા મંદિરથી જગન્નાથ મંદિરમાં પાછા ફરે છે, ત્યારે તેમની પત્ની માતા લક્ષ્મી જગન્નાથ મંદિરમાં ગુસ્સે ભરાયેલી હોય છે, તેમને ખુશ કરવા માટે, ભગવાન જગન્નાથ તેમને રસગુલ્લા ખવડાવીને ખુશ કરે છે.

આ પણ વાંચો..10 માર્ચે ઉજવાશે રંગભરી એકાદશીઃ જાણો પૂજાનું મુહૂર્ત અને પારણા

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button