ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

Heart Attackનો ખતરો ટાળવો હોય તો રોજ આટલા steps ચાલો

Text To Speech

ભારતીયો તેમની હેલ્થને લઇને સજાગ તો બન્યા છે, પરંતુ દરેક વ્યક્તિમાં હજુ એક્સર્સાઇઝની આદત પડી શકી નથી. હેલ્થ એક્સપર્ટ્ના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિએ વીકમાં કમસે કમ 150 મિનિટ એક્સર્સાઇઝ કરવી જોઇએ, પરંતુ ભારતના 50 ટકા લોકો એમ કરી શકતા નથી. તેથી જ હવે ખૂબ નાની ઉંમરમાં લોકો હાર્ટ એટેકનો શિકાર બનવા લાગ્યા છે. ઉંમર વધવાની સાથે સાથે હાર્ટ સંબંધિત રોગો, હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

Heart Attackનો ખતરો ટાળવો હોય તો રોજ માત્ર આટલા steps ચાલો hum dekhenge news

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે જે વ્યક્તિ રોજ 6000થી 9000 ડગલા ચાલે છે, તેનામાં હ્રદય રોગની શક્યતાઓ 50 ટકા ઘટી જાય છે. સંશોધકોએ જણાવ્યુ કે શારીરિક ગતિવિધિઓને લઇને એટલી જાગૃતિ જોવા મળતી નથી. તેથી ભારતમાં શારીરિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે આપણે કેટલું ચાલી રહ્યાં છે તેના પગલાંની માહિતિ રાખવી ઉપયોગી સાબિત થઇ શકે છે.

સંશોધકોએ શું કહ્યું?

સંશોધકોએ જણાવ્યુ કે રોજ 2000 સ્ટેપ્સ ચાલનારા વ્યક્તિની સરખામણીમાં રોજ 6000 અને 9000 સ્ટેપ્સ ચાલનારી વ્યક્તિમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 40થી50 ટકા ઘટી જાય છે.

Heart Attackનો ખતરો ટાળવો હોય તો રોજ માત્ર આટલા steps ચાલો hum dekhenge news

કેમ લોકો ફિઝિકલ એક્ટિવિટીથી દુર થઇ રહ્યા છે?

રિટાયર્ડ થયા બાદ લોકો સાંસ્કૃતિક અને સામાજિક કારણોથી શારીરિક ગતિવિધિઓથી દુર થઇ રહ્યાં છે. ભારતમાં બહુ ઓછા લોકો કામ કરવા દરમિયાન ચાલે છે. બહુ ઓછા લોકો ચાલીને ઓફિસ આવે છે. જ્યારે આ લોકો રિટાયર્ડ થાય છે ત્યારે ઘરના એક ખુણામાં બેસી રહે છે. આ લોકોએ એવા મનોરંજક કામમાં વ્યસ્ત બનવુ જોઇએ જ્યાં શારીરિક પ્રવૃત્તિઓ પણ થઇ શકે.

મહિલાઓ નથી ફાળવી શકતી સમય

આજે પણ મોટાભાગના ભારતીય ઘરોમાં ઘરની જવાબદારી મહિલાઓ પર હોય છે. આ કારણે મહિલાઓને પોતાની હેલ્થ માટે સમય મળી શકતો નથી. લોકોની વચ્ચે એ ધારણા પણ ખોટી છે કે મહિલાઓને એક્સર્સાઇઝની જરૂર હોતી નથી, કેમકે તેઓ ઘરનું કામ કરે છે.

Heart Attackનો ખતરો ટાળવો હોય તો રોજ માત્ર આટલા steps ચાલો hum dekhenge news

આટલું ખાસ કરો

  • કોઇ પણ ઉંમરે, કોઇ પણ સમયે શારીરિક પ્રવૃત્તિ વધારો
  • ગાર્ડનમાં ટહેલવા નીકળી પડો, તમારો ટાર્ગેટ ધીમે ધીમે વધારો.
  •  ધીમે ધીમે ચાલવાનો સમય વધારતા જશો તો તમારું હ્રદય મજબૂત બનશે.
  • રોજના 6000થી 9000 સ્ટેપ્સ ચાલવા યુવાનોની તુલનામાં આધેડ ઉંમરના લોકો માટે વધુ ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ સત્યવ્રત મુખર્જીનું 91 વર્ષની વયે નિધન, વાજપેયી સરકારમાં હતા મંત્રી

Back to top button