ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

H3N2 વાઇરસથી બચવું હોય તો આ વસ્તુઓને કરો ડાયેટમાં સામેલ

કોરોના મહામારી બાદ હવે ઇન્ફ્લુએન્ઝા વાઇરસ H3N2એ લોકોની ચિંતા વધારી દીધી છે. કોરોના બાદ ઇન્ફ્લુએન્ઝા દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોનાની જેમ તાવ અને ખાંસી સહિત ફ્લુ વાઇરસ જેવા છે. સરકાર તરફથી પણ બચાવ અને આ ઇન્ફેક્શનને કન્ટ્રોલ કરવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. સરકાર તરફથી જારી કરાયેલી એડવાઇઝરીમાં બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે કોવિડના નિયમોનું પાલન કરવાનું પણ કહેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ નાક, આંખ અને મોંથી ફેલાય છે. તેના લક્ષણોમાં તાવ, શરદી, ખાંસી, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને ડાયેરિયા સામેલ છે.

 

H3N2 વાઇરસથી બચવું હોય તો આ વસ્તુઓને કરો ડાયેટમાં સામેલ hum dekhenge news

હવામાનમાં સતત થઇ રહેલા પરિવર્તનના લીધે વાઇરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે. વાઇરસથી બચવા માટે ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવી ખુબ જરૂરી છે. જેથી શરીરને ફ્લુથી બચાવી શકાય. આજે એવી કેટલીક વસ્તુઓ વિશે જાણો, જેનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને અને તમે વાઇરસથી તમારી જાતની રક્ષા પણ કરી શકો.

તજ

તજમાં ઔષધીય ગુણો મળી આવે છે. તે ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે એન્ટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. શરીરને ખતરનાક મોલિક્યુલ્સ અને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. શરીરમાં વાઇરસના ગ્રોથને પણ ઘટાડે છે.

 

H3N2 વાઇરસથી બચવું હોય તો આ વસ્તુઓને કરો ડાયેટમાં સામેલ hum dekhenge news

મેથી દાણા

કેટલાય અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે મેથી દાણામાં ઇમ્યુનિટી વધારતા ગુણ હોય છે. એવું માનવામાં આવે છે કે તે વ્હાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદનને વધારવાનું કામ કરે છે. જે ઇન્ફેક્શન અને બિમારીઓ સામે રક્ષણ આપે છે. મેથી દાણા ઇમ્યુનિટી વધારે છે. તેમાં વિટામીન એ અને સી જેવા પોષક તત્વો હોય છે. સાથે સાથે તેમાં આયરન, ઝિંક અને સેલેનિયમ જેવા મિનરલ્સ હોય છે.

H3N2 વાઇરસથી બચવું હોય તો આ વસ્તુઓને કરો ડાયેટમાં સામેલ hum dekhenge news

આદુ

આદુનું સેવન ખાંસી અને ગળામાં ખરાશ હોય ત્યારે કરવામાં આવે છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે આદુ પણ વ્હાઇટ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારે છે. તેમાં એન્ટીવાઇરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. તે ઘણા વાઇરસ અને બેક્ટેરિયાના વિકાસ અને પ્રસારને રોકવાનું કામ કરે છે.

H3N2 વાઇરસથી બચવું હોય તો આ વસ્તુઓને કરો ડાયેટમાં સામેલ hum dekhenge news

હળદર

હળદરને ખુબ જ પાવરફુલ માનવામાં આવે છે. તેનો ઉપયોગ દવાઓ તરીકે કરવામાં આવે છે. તેમાં કરક્યુમિન નામનું કમ્પાઉન્ડ આવે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે. તે ઇમ્યુનિટી સુધારવાનું કામ કરે છે. તે ઇન્ફેક્શન અને અન્ય બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ઇમ્યુન સિસ્ટમને મજબુત બનાવવા માટે હળદરને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.

H3N2 વાઇરસથી બચવું હોય તો આ વસ્તુઓને કરો ડાયેટમાં સામેલ hum dekhenge news

લવિંગ

લવિંગમાં ઘણા એવા કમ્પાઉન્ડ છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. તેમાં પણ એન્ટીઇન્ફ્લેમેટ્રી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ મળી આવે છે. આ સાથે તેમાં એન્ટીવાઇરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ મળી આવે છે. તે બેક્ટેરિયા અને વાઇરસને વધતા રોકે છે.

આ પણ વાંચોઃ ચૈત્ર મહિનામાં આ વસ્તુઓનું સેવન ભુલથી પણ ન કરશોઃ હેલ્થ પર થશે ઊંધી અસર

Back to top button