ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘પરિવર્તન ઈચ્છતા હો તો…’ લાતૂરમાં વોટ આપ્યા બાદ જેનેલિયાએ પબ્લિકને આપી સલાહ

Text To Speech
  • અભિનેત્રી જેનેલિયાએ આજના દિવસને ‘મહત્ત્વપૂર્ણ’ ગણાવ્યો અને લોકોને વોટ કરવા વિનંતી કરી હતી. જેનેલિયાએ કહ્યું કે ‘આ તમારો અધિકાર છે અને જો તમે કોઈ પરિવર્તન લાવવું હોય તો વોટ જરૂર કરવો જોઈએ.’

7 મે, મુંબઈઃ બોલિવૂડના સૌથી ફેવરિટ કપલોમાં સામેલ એવા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાએ મંગળવારે મહારાષ્ટ્રના લાતૂરમાં મતદાન કરીને નાગરિક તરીકેની તેમની ફરજો પૂરી કરી હતી. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે 7 મેના રોજ 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. અભિનેત્રી જેનેલિયાએ આજના દિવસને ‘મહત્ત્વપૂર્ણ’ ગણાવ્યો અને લોકોને વોટ કરવા વિનંતી કરી હતી.

જેનેલિયાએ કરી મતદાનની અપીલ

જેનેલિયાએ કહ્યું કે ‘આ તમારો અધિકાર છે અને જો તમે કોઈ પરિવર્તન લાવવું હોય તો વોટ જરૂર કરવો જોઈએ.’ ઉલ્લેખનીય છે કે એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જેનેલિયા અને રિતેશ એકસાથે મતદાન માટેની લાઈનમાં ઉભા છે. આ દરમિયાન રિતેશની માતા પણ બંને સાથે જોવા મળી હતી. રિતેશ અને જેનેલિયા બંને રાજકીય પરિવારોમાંથી આવે છે. રિતેશના પિતા મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યપ્રધાન હતા. અભિનેતાનો ભાઈ પણ રાજકારણમાં સક્રિય છે.

જેનેલિયા- રિતેશની ફિલ્મી કારકિર્દી

રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાની સાત વર્ષના લાંબા સમયગાળા પછી મોસ્ટ અવેઈટિંગ ફિલ્મ ‘મસ્તી 4’ માટે ફરી સાથે જોવા મળશે. એવું કહેવાય છે કે ‘મસ્તી 4’ નામની ફિલ્મ આ ઉનાળામાં ફ્લોર પર જશે. રિતેશ દેશમુખે 2022માં ‘વેદ’ સાથે ડિરેક્ટર તરીકે પોતાની ઓળખ બનાવી હતી, તે એક બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે અભિનેતા પોતાના દ્વારા નિર્દેશિત ‘છત્રપતિ શિવાજી મહારાજ’ માટે સંપૂર્ણ રેડી છે. ‘છત્રપતિ શિવાજી મહારાજ’ સિવાય તે અજય દેવગણ સ્ટારર ‘રેડ 2’માં પણ જોવા મળશે. તે ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવશે.

બીજી તરફ, જેનેલિયા દેશમુખ છેલ્લે જિયો સિનેમા પર રીલીઝ થયેલી ‘ટ્રાયલ પીરિયડ’માં જોવા મળી હતી. તે જલ્દી જ આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘સિતારે જમીન પર’માં જોવા મળશે.

આ પણ વાંચોઃ સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં મોટું અપડેટ, 5મા આરોપી મોહમ્મદ ચૌધરીની રાજસ્થાનમાંથી ધરપકડ

Back to top button