લાંબી અને હેલ્ધી લાઇફ જોઇતી હોય તો આ સુપરફૂડ્સને ડાયેટનો ભાગ બનાવો
લોકો હંમેશા એ કોશિશ કરતા હોય છે કે પોતાના ડાયેટમાં તમામ પોષક તત્વોને સામેલ કરે, પરંતુ ઘણી વખત એવુ શક્ય બની શકતુ નથી. ઘણા એવા સુપરફૂડ્સ હોય છે જેમાં ફાઇબર કે પ્રોટીનની માત્રા તો વધુ ગોય છે, પરંતુ તેમાં વિટામિન્સ નહીંવત હોય છે. કેટલીક વસ્તુઓમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ શરીરને જે મિનરલ્સની જરૂર હોય છે તે વસ્તુઓ હોતી નથી. તો તમે એવા કેટલાક ફૂડ્સ વિશે જાણી લો જે શરીરની તમામ જરૂરિયાતોને પુરી કરે છે, એટલે જ તેને સુપરફૂડ્સ કહેવાય છે.
સુપરફૂડ્સમાં શું હોય છે?
સુપરફૂડ્સમાં તમામ પોષકતત્વોની માત્રા વધુ પ્રમાણમાં મળી આવે છે. સુપરફૂડ્સ તમારા શરીરની તમામ જરૂરિયાતોને ઓછી કેલરીમાં પુરી કરે છે. તેમાં ઉચ્ચ માત્રામાં મિનરલ્સ, વિટામીન્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. દરેક વ્યક્તિએ આ સુપરફૂડ્સનું સેવન રોજ કરવુ જોઇએ.
બ્લુબેરીઝ
બ્લુબેરીઝમાં ફાઇબર, મેગ્નેશિયમ, વિટામીન કે અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. તે આપણા બ્લડપ્રેશરને ઘટાડે છે અને હ્રદય સંબંધિત બિમારીઓથી બચવામાં મદદ કરે છે.
ગોજી બેરીઝ
તેમાં વિટામિન, ખનીજ, ફાઇબર, આયરન, કોપર, એમીનો એસિડ અને પ્રોટીન જેવા તત્વો મળી આવે છે. તેમાં વિટામીન એ,સી,ઇ અને કેની ભરપૂર માત્રા હોય છે. આ સાથે જ તેમાં આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીને સુપરફૂડ માનવામાં આવે છે, તેમાં વિટામીન એ,સી,ઇ અને કેની ભરપૂર માત્રા હોય છે. આ સાથે તેમાં આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે.
નટ્સ
અખરોટ અને બદામ જેવા નટ્સ પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનનો સારો સોર્સ હોય છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ પણ હોય છે જે હ્રદય રોગના જોખમને ઘટાડે છે.
સીડ્સ
સુરજમુખીના બી, કોળાના બી, ચિયા સિડ્સ અને અળસીના બી એક હેલ્ધી ઓપ્શન છે. તેને તમે સ્નેક્સની જેમ પણ ખાઇ શકો છો. આ પ્રકારના બીજનું સેવન કરવાથી હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યામાંથી છુટકારો મળે છે.
આ પણ વાંચો: તંદુરસ્ત જીવન માટે આમળાના શોટ્સ પીવો! જાણો તેના ચમત્કારિક ફાયદા