ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

જો તમે કર્યું મતદાન તો તમને પણ મળશે સસ્તું પેટ્રોલ, જાણો શું છે વ્યવસ્થા

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવા જઈ રહ્યું છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુ મતદાન થાય તેના માટે અનેક પ્રયાસ કરવામા આવી રહ્યા છે. લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે અનેક સંસ્થાઓ પણ ચૂંટણીપંચના આ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઇ છે. ત્યારે અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિયેશન પણ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઇને એક મોટી જાહેરાત કરી છે.

one rupee petrol pump association

ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનની જાહેરાત

અમદાવાદના ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન તરફથી આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બીજા તબક્કાની બેઠકો પર મતદાન કરનાર મતદારને એક લિટર પેટ્રોલ પર એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સ્કીમ ફક્ત આવતા કાલ સુધી જ મર્યાદિત રાખવામાં આવી છે.

આ પણ વાંચો : બીજા તબક્કાના મતદાન પહેલાં વડાપ્રધાન મોદી આજે સાંજે પહોંચશે ગુજરાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

પહેલા તબક્કામાં ઓછું મતદાન

મહત્વનું છે કે 1 ડિસેમ્બરે યોજાયેલ મતદાનમાં આ વખતે 8 ટકા ઓછું મતદાન થયું છે. ત્યારે 5 ડિસેમ્બરે વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તેના માટે પેટ્રોલ પંપ એસોસિયેશન દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થસે. આવતી કાલે 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.

Back to top button