ટ્રેન્ડિંગધર્મ

વાસ્તુ મુજબ કેલેન્ડરનો પ્રયોગ કરશો તો વધશે સકારાત્મક ઉર્જા

  • પોઝિટીવ એનર્જી માટે વાસ્તુ અનુસાર કરો કેલેન્ડરનો પ્રયોગ
  • વાસ્તુમાં કેલેન્ડરને સકારાત્મક ઉર્જા અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે
  • કેલેન્ડર આપણી લાઇફસ્ટાઇલને પ્રભાવિત કરે છે

સમયની ગણતરી માટે દરેક ઘરમાં કેલેન્ડરનો ઉપયોગ થાય છે. કેલેન્ડર એ દિનચર્યાનું પ્રતીક છે, જો કેલેન્ડરને શુભ દિશામાં લગાવવામાં આવે તો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર કેલેન્ડર ઘરમાં સકારાત્મક ઉર્જાનો વિસ્તાર કરી શકે છે અને તેને જોનારા લોકોની દિનચર્યાને શુભ બનાવી શકે છે. કુદરતનો એ નિયમ છે કે જેટલી આપણે કોઇ વસ્તુને જોઈએ છીએ તેટલુ તેની નજીક જઈએ છીએ.

આ જ કારણ છે કે વાસ્તુમાં કેલેન્ડરને સકારાત્મક ઉર્જા અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. કેલેન્ડર આપણી લાઇફસ્ટાઇલને પ્રભાવિત કરે છે, તેથી એવા કેલેન્ડરનો ઘરમાં ઉપયોગ કરવો જોઈએ, જે સમૃદ્ધિ, સંપન્નતા, વિકાસ અને આર્થિક વૃદ્ધિ લાવે, જેને જોઈને હૃદયને પણ શાંતિ મળે, મનનો તણાવ દૂર થઈ શકે. આવા કેલેન્ડરનો ઉપયોગ કરીને, વ્યક્તિ સકારાત્મક ઊર્જા મેળવે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેમની સખત મહેનત દ્વારા સફળતા તરફ આગળ વધે છે. વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈના સિદ્ધાંતો અનુસાર કેલેન્ડરનો યોગ્ય રીતે ઉપયોગ વાસ્તુના સાઘનો જેટલો જ ફાયદાકારક છે.

પોઝિટીવ એનર્જી માટે વાસ્તુ અનુસાર કરો કેલેન્ડરનો પ્રયોગ hum dekhenge news

કેલેન્ડરને લગતા વાસ્તુના આ નિયમો યાદ રાખો

  • કેલેન્ડર હંમેશા ઘર કે ઓફિસની પૂર્વ કે ઉત્તર દિશામાં દિવાલ પર રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર, આ દિશામાં કેલેન્ડર રાખેલુ હશે ત્યારે વ્યક્તિ ઉઠીને સૌથી પહેલુ કેલેન્ડર સામે જોશે. તે તમને વ્યવસ્થિત જીવનશૈલી અને દિનચર્યા જાળવવામાં મદદ કરે છે.
  • વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાની દિનચર્યાની શરૂઆત પૂર્વ કે ઉત્તર દિશાઓમાં જોઈને શરૂ કરે છે તો તેને આખું વર્ષ વાસ્તુશાસ્ત્રની સકારાત્મક ઉર્જાનો લાભ મળતો રહેશે.
  • ઘરમાં પ્રાકૃતિક દ્રશ્યો, ફૂલોના ચિત્રો, મહાપુરુષોના પોસ્ટર, હરિયાળી, જંગલો, પર્વતો, ધોધના દ્રશ્યો વાળા કેલેન્ડર સકારાત્મક ઉર્જાનાં પ્રતિક છે અને આવુ ગ્રીનરીથી ભરેલુ કેલેન્ડર મનમાં પ્રસન્નતા લાવે છે.
  • તુટેલા ફુટેલા કેલેન્ડર નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે, તેથી જો ઘરમાં રાખવામાં આવેલ કેલેન્ડર ફાટી જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તેને તરત જ બદલી નાખો.
  • દર મહિનાની છેલ્લી તારીખે રાત્રે કેલેન્ડરનું પાનું બદલો, આમ કરવાથી સમય સાથે ચાલવાની પ્રેરણા મળે છે.
  • યુદ્ધો, ઉદાસીભર્યા ચહેરાઓ, સૂકા જંગલના દ્રશ્યો, ખંડેર, ભૂકંપ, તોફાન, જ્વાળામુખી, પૂર અને જંગલી પ્રાણીઓ કે પછી કુદરતી આફતો દર્શાવતા કેલેન્ડર્સનો ઉપયોગ ન કરવો જોઈએ. તે નકારાત્મક ઊર્જાને પ્રોત્સાહન આપે છે.
  • નવા પરિણીત વ્યક્તિઓના રૂમમાં રોમેન્ટિક દ્રશ્યો સાથેના કેલેન્ડરનો ઉપયોગ કરવો જોઈએ.
  • વૃદ્ધોના રૂમમાં આધ્યાત્મિકતા, ધ્યાન અને મૌન દ્રશ્યોના કેલેન્ડર મૂકવા જોઈએ.
  • બાળકોના રૂમમાં જ્ઞાન અને વિકાસના કેલેન્ડર હોવા જોઈએ જેથી જ્યારે તેઓ કેલેન્ડર જુએ ત્યારે તેમનું માનસિક સ્તર પણ વધે છે. આ સાથે, જીવનમાં સફળતાના શિખરોને સ્પર્શનાર મહાન વ્યક્તિઓના ચિત્રો સાથેના કેલેન્ડર પણ બાળકોના રૂમમાં મુકી શકાય.
  • સગર્ભા સ્ત્રીના રૂમમાં માતૃત્વ અથવા ભગવાન કૃષ્ણના બાળક સ્વરૂપની ખુશીમાં વધારો કરતું કેલેન્ડર રાખવું જોઈએ.
  • જો ઘરમાં રાખેલા કેલેન્ડરમાં કોઈ દેવી-દેવતાનું ચિત્ર હોય અને કેલેન્ડર જૂનું થઈ જાય તો તેને ગમે ત્યાં અથવા કચરાપેટીમાં ફેંકવું નહીં, વહેતા પાણીમાં ડૂબાડી દેવું.
  • જે કેલેન્ડરમાં દિવસ-તિથિ, મૂળ મહિનો, નક્ષત્ર વગેરે મોટા અક્ષરોમાં દર્શાવવામાં આવે છે, એવું કેલેન્ડર ઘરમાં રાખવું જોઈએ. ફક્ત તે જ કેલેન્ડર ખરીદો જેના પર રજાઓ, તહેવારો, ચડતી વગેરેની સંપૂર્ણ વિગતો હોય.
  • જુના કેલેન્ડરની ઉપર બીજું કેલેન્ડર લટકાવશો નહીં, જૂનું કેલેન્ડર કાઢીને તેના સ્થાને નવું કેલેન્ડર લગાવો અને નવું કેલેન્ડર લગાવતી વખતે તે જગ્યાની સ્વચ્છતા પર ધ્યાન આપો, ત્યાંથી ધૂળ અને ગંદકી દૂર કરો.
  • વાસ્તુ ફેંગશુઈના નિયમો અનુસાર કેલેન્ડરને દરવાજાની ઉપર ક્યારેય લટકાવવું જોઈએ નહીં, મુખ્ય દરવાજાની ઉપર કેલેન્ડર લટકાવવાથી એવું માનવામાં આવે છે કે તમે જાણવા માંગો છો કે તમારા જીવનમાં કેટલા દિવસો બાકી છે. મુખ્ય દરવાજા પર લટકાવેલું કેલેન્ડર ઘરના સભ્યોની ઉંમર પર પણ ખરાબ અસર કરે છે.

આ પણ વાંચોઃ વારંવાર પાર્ટનર બદલવા પર હાઈકોર્ટનું કડક વલણ

Back to top button