ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

લિવિંગરૂમમાં વાસ્તુનું ધ્યાન રાખશો તો થશે ઢગલાબંધ ફાયદા

Text To Speech
  • લિવિંગ રૂમમાં જેમ બને તેમ વઘુ બારી હોવી જોઇએ.
  • લિવિંગ રૂમમાં અમુક તસવીરો લગાવાતી નથી.
  • લિવિંગ રૂમ એકદમ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. 

ઘરને સજાવતી વખતે વાસ્તુને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે અને તે અનુસાર જ ઘરનું નિર્માણ કરવામાં આવે છે. અનેક લોકો ઘર બનાવતી વખતે વાસ્તુનું ધ્યાન રાખે છે, પરંતુ લોકો લિવિંગ રૂમ અંગે ભુલી જાય છે. વાસ્તુ નિષ્ણાતો અનુસાર ઘર બની ગયા બાદ લિવિંગ રૂમને વાસ્તુ પ્રમાણે સજાવવુ જોઇએ. તેના કારણે લિવિંગ રૂમમાં સકારાત્મક ઉર્જા આવે છે. થોડી પણ બેદરકારી વિવાદ અને પરેશાનીનું કારણ બની શકે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા માટે આ સરળ ઉપાયો અજમાવો.

લિવિંગરૂમમાં વાસ્તુનું ધ્યાન રાખશો તો થશે ઢગલાબંધ ફાયદા hum dekhenge news

  • વાસ્તુ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લિવિંગરૂમમાં વધુમાં વધુ બારીઓ હોવી જોઇએ. તેના કારણે લિવિંગ રૂમમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
  • વાસ્તુ અનુસાર લિવિંગ રૂમ અન્ય રૂમ જેવો ન હોવો જોઇએ. લિવિંગ રુમ સૌથી મોટો હોવો જોઇએ. તેમાં
  • એવી કોઇ તસવીર ન લગાવો જે દુઃખી લાગતી હોય, કોઇ વિવાદ સંબંધિત અથવા રડતા બાળક કે સ્ત્રીની હોય. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવશે.
  • લિવિંગ રુમમાં ઇલેક્ટ્રિક સાધનો ઇશાન ખુણામાં હોવા જોઇએ. તમે આ દિશામાં રેક કે કબાટ બનાવી શકો છો. સાથે દક્ષિણ દિવાલ પર ટીવી લગાવો.
  • લિવિંગ રૂમમાં ટેબલ અને ખુરશી જેવા ફર્નિચરને એવી રીતે વ્યવસ્થિત કરીને રાખો કે ચાલવા-ફરવામાં બાધારૂપ ન બને. લિવિંગ રુમને ઉત્તર કે ઉત્તર-પુર્વ દિશામાં બનાવવો શુભ છે.
  • ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા માટે રોજ સાંજે દીવો કરો. અગરબત્તી અને ધૂપ પણ કરી શકો છો.
  • લિવિંગ રૂમમાં ફુલો જરૂર લગાવો. નકલી નહીં, પરંતુ કુદરતી ફુલોનો ઉપયોગ કરો. દિવાલ અને છતનો રંગ અલગ રાખો.

આ પણ વાંચોઃ Google હજુ વધુ છટણી કરશે? સુંદર પિચાઇએ આપ્યો આ જવાબ

Back to top button