ટ્રેન્ડિંગનેશનલ

સાસુ-સસરા અથવા માતા-પિતા સાથે સમય પસાર કરો તો મળશે રજાનો લાભ! જાણો વિગતો

Text To Speech
  • આ વિશેષ રજાનો ઉપયોગ વ્યક્તિગત મનોરંજન માટે કરી શકાતો નથી: CMO

દિસપુર, 11 જુલાઇ: આસામ સરકારે તેના સરકારી કર્મચારીઓ માટે આજે ગુરુવારે વિશેષ રજા યોજનાની જાહેરાત કરી છે, જેના હેઠળ તેઓ તેમના માતા-પિતા અને સાસુ-સસરા સાથે સમય વિતાવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પારિવારિક સંબંધોને મજબૂત કરવાનો અને કર્મચારીઓને તેમના પરિવાર સાથે સમય પસાર કરવાની તક પૂરી પાડવાનો છે. આ વાત છે ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામની. જ્યાંના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ જણાવ્યું કે, આ વિશેષ રજાનો ઉપયોગ વ્યક્તિગત મનોરંજન માટે કરી શકાતો નથી અને જે કર્મચારીઓના માતા-પિતા અથવા સાસુ-સસરા નથી તેઓને આ રજા મળશે નહીં.

 

કોને-કોને આ રજાઓ નહીં મળે?

આસામ સરકારે તેના કર્મચારીઓને માતા-પિતા અથવા સાસરિયાઓ સાથે સમય પસાર કરવા માટે નવેમ્બરમાં બે દિવસની વિશેષ કેઝ્યુઅલ રજાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ આજે ગુરુવારે જણાવ્યું હતું કે, વ્યક્તિગત મનોરંજન માટે વિશેષ રજાનો ઉપયોગ કરી શકાતો નથી અને જે કર્મચારીઓના માતા-પિતા અથવા સાસરિયાં નથી તેઓ આ રજા માટે હકદાર રહેશે નહીં.

CMOએ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વની આસામ સરકારે 6 અને 8 નવેમ્બર 2024ના રોજ રાજ્ય સરકારના કર્મચારીઓને તેમના માતા-પિતા અથવા સાસુ-સસરા સાથે સમય સમય પસાર કરવા માટે વિશેષ કેઝ્યુઅલ રજા આપવાની જાહેરાત કરી છે.” વધુમાં જણાવ્યું છે કે, આ રજાઓનો ઉપયોગ માત્ર વૃદ્ધ માતા-પિતા અથવા સાસુ-સસરાઓ સાથે સમય પસાર કરવા માટે થવો જોઈએ અને વ્યક્તિગત મનોરંજન માટે નહીં, જેથી તેઓનો આદર કરી શકાય અને કાળજી રાખી શકાય.”

CMOએ જણાવ્યું કે, આ રજાઓ 7 નવેમ્બરે છઠ પૂજા, 9 નવેમ્બરે બીજા શનિવારની રજા અને 10 નવેમ્બરે રવિવારની રજા સાથે લઈ શકાય છે. વધુમાં જણાવ્યું કે, આવશ્યક સેવાઓમાં કામ કરી રહેલા કર્મચારીઓ આ રજાઓ તબક્કાવાર લઈ શકે છે. મુખ્યમંત્રી શર્માએ 2021માં પદ સંભાળ્યા પછી સ્વતંત્રતા દિવસ પરના તેમના પ્રથમ ભાષણમાં આ વિશેષ રજાઓની જાહેરાત કરી હતી.

આ પણ જૂઓ: દેશભરના વેપારીઓ માટે મહત્વના સમાચાર, GSTR-1A ફોર્મ બહાર પડ્યું, જાણો શું અપાઈ રાહત?

Back to top button