ટ્રેન્ડિંગવર્લ્ડ

દેશમા દક્ષિણ કોરિયન ભાષા બોલશો તો મોત મળશે: કિમ જોંગ ઉન

Text To Speech

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને પોતાના દેશના લોકોને દક્ષિણ કોરિયાની ભાષા બોલવા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ સાથે ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાની ભાષા બોલતા કોઈપણ વ્યક્તિને મૃત્યુ સુધીની સજા થઈ શકે છે. સરમુખત્યારે આવું ફરમાન બહાર પાડ્યું છે.

મહત્વનું છે કે દક્ષિણ કોરિયામાં કઠપૂતળી ભાષા બોલાય છે. સામાન્ય રીતે ઉત્તર કોરિયાના લોકો પણ આ ભાષાનો ઉપયોગ કરે છે. જોકે, હવે કઠપૂતળી ભાષા બોલવાની કિંમત જીવ આપીને ચૂકવવી પડશે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ઉત્તર કોરિયામાં જે કોઈ પણ વ્યક્તિ દક્ષિણની કઠપૂતળી ભાષા અથવા શબ્દભંડોળનો ઉપયોગ કરતા પકડાય છે તેને પ્યોંગયાંગ સાંસ્કૃતિક ભાષા સંરક્ષણ કાયદા હેઠળ જેલ અથવા મૃત્યુદંડનો સામનો કરવો પડી શકે છે.

ઉત્તર પશ્ચિમ પ્રાંત ઉત્તર પ્યોંગનના એક રહેવાસીએ રેડિયો ફ્રી એશિયાને જણાવ્યું કે ઘણા લોકો દક્ષિણ કોરિયાની ભાષાનો ઉપયોગ કરવા ટેવાયેલા છે. આવી સ્થિતિમાં સરમુખત્યારનો આ ફરમાન તેમના જીવ માટે ખતરો બની ગયો છે. તેઓ હવે ઉત્તર કોરિયાની ભાષા બોલવાની અને દક્ષિણ કોરિયાની ભાષાથી છૂટકારો મેળવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Joe Bidenને છે ગંભીર બીમારી, મશીનની મદદથી લઈ રહ્યા છે શ્વાસ!

 

Back to top button