વધુ પડતી સિગરેટ પીવો છો, તો ફેફસાને હેલ્ધી રાખવા ડાયેટમાં અવશ્ય લો આ વસ્તુઓ
ફેફસાને આપણા શરીરનું મહત્ત્વનું અંગ માનવામાં આવે છે. ફેફસામાંથી ફિલ્ટર થયા બાદ ઓક્સિજન આપણા આખા શરીરમાં પહોંચે છે. આવા સંજોગોમાં ફેફસાનો ખ્યાલ રાખવો જરૂરી હોય છે. વાયુ પ્રદુષણ, ધુમ્રપાન વગેરેની ફેફસા પર ખરાબ અસર પડે છે. આ બધી વસ્તુઓના લાધી શ્વાસ સંબંધિત બિમારીઓ જેમ કે અસ્થમાં, બ્રોંકાઇટિસ, ન્યુમોનિયા, ટીબી, કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થાય છે. ફેફસાને હેલ્ધી રાખવા માટે જરૂરી છે કે તમે રોજ એક્સર્સાઇઝ કરો અને હેલ્ધી ડાયેટ લો.
હેલ્ધી ડાયેટની મદદથી તમે લાંબા સમય સુધી તમારા ફેફસાને સ્વસ્થ રાખી શકો છો. ભારતની વાત કરીએ તો અહીં વાયુ પ્રદુષણ અને ધુમ્રપાનના વધતા કેસના લીધે ફેફસા સંબંધિત સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે. જો તમે ફેફસાને હેલ્ધી રાખવા ઇચ્છતા હો તો આ માટે જરૂરી છે કે તમે તમારા ડાયેટમાં હેલ્ધી વસ્તુઓને સામેલ કરો.
અખરોટ
અખરોટમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ડાયેટમાં રોજ એક મુઠ્ઠૂ અખરોટ સામેલ કરવાથી તમે ફેફસાની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. અખરોટ અસ્થમા માટે પણ સારી છે.
બેરીઝ
કોઇ પણ પ્રકારની બેરીઝનું સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે. બેરીઝમાં એન્ટીઓક્સિડન્ટની ભરપુર માત્રા મળી આવે છે. તેમાં વિટામીન સી પણ ભરપુર માત્રામાં હોય છે જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે.
બ્રોકોલી
એન્ટી ઓક્સિડન્ટથી ભરપુર બ્રોકોલી ફેફસાને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. બ્રોકોલી ફેફસા ઉપરાંત શરીરના સ્ટેમિના માટે પણ સારી માનવામાં આવે છે.
આદુ
આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. તે ફેફસામાંથી પ્રદુષણ બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આદુનુ સેવન કરવાથી ફેફસાનો વાયુ માર્ગ ખુલી જાય છે અને ઓક્સિજનનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે. સાથે સાથે ફેફસા માટે પણ તે હેલ્ધી સાબિત થાય છે.
સફરજન
હેલ્ધી ફેફસા માટે રોજ સફરજનનું સેવન કરવુ ફાયદાકારક છે. ફેફસા માટે વિટામિન-ઇ, સી, બીટા કેરોટીન અને ખાટા ફળ સારા માનવામાં આવે છે.
અળસીના બી
એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે અળસીના બી ખાવાથી ડેમેજ થયેલા ફેફસા પણ ઠીક થઇ જાય છે.
આ પણ વાંચોઃ હેલ્થ ટીપ્સ : શું રાત્રે ડાયટમાં ફળાહાર છે યોગ્ય ?