ગુજરાતટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

જો તમે શિયાળામાં મોઢું રજાઇથી ઢાંકીને સૂવો છો તો થઈ જાઓ સાવધાન..

Text To Speech

અમદાવાદ, 30 ડિસેમ્બર : મોઢું ઢાંકીને સૂવાથી ગૂંગળામણની સાથે-સાથે રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થઈ શકે છે. આનું કારણ એ છે કે જ્યારે આપણું મોઢું ઢાંકવામાં આવે છે, ત્યારે શરીરને તાજો ઓક્સિજન મળતો નથી તેથી ખરાબ ઓક્સિજન શરીરની અંદર ફરતો રહે છે.

શિયાળાની સિઝન ચાલી રહી છે. આપણે બધા રજાઇ અને ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો રજાઇમાં ચહેરો ઢાંકીને સૂવાનું પસંદ કરે છે પરંતુ તેઓએ તેવું ન કરવું જોઈએ કારણ કે, તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. રજાઈ અથવા ધાબળામાં ચહેરો ઢાંકીને સૂવાથી ગૂંગળામણની સાથે રક્ત પરિભ્રમણ પર પણ પ્રભાવ પડે છે. આનું કારણ એ છે કે જ્યારે આપણું મોઢું ઢાંકવામાં આવે છે, ત્યારે શરીરને તાજો ઓક્સિજન મળતો નથી તેથી ખરાબ ઓક્સિજન શરીરની અંદર ફરતો રહે છે. સાથે જ મોઢું ઢાંકીને સૂવાથી મેટાબોલિઝમ પર પણ અસર પડે છે. ચાલો જાણીએ તેના ગેરફાયદા…

તમારે મોઢું ઢાંકીને કેમ ન સૂવું જોઈએ

ફેફસાંને નુકસાન થઈ શકે

મોઢું ઢાંકીને સૂવાથી તાજા ઓક્સિજનની યોગ્ય માત્રા શરીરમાં પહોંચતી નથી. આનાથી ફેફસાં પર ખરાબ અસર પડે છે અને તેનાથી ગૂંગળામણ કે હાર્ટ એટેક જેવી ખતરનાક પરિસ્થિતિઓ પણ સર્જાઇ શકે છે. ઘણા કિસ્સાઓમાં ફેફસાં પણ સંકોચાઈ જાય છે. તેથી શિયાળામાં મોઢું ઢાંકીને સૂવું ન જોઈએ.

ત્વચાની સમસ્યાઓ વધી શકે

હેલ્થ એક્સપર્ટના મતે શિયાળામાં મોઢું ઢાંકીને સૂવાથી સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. રજાઇ અથવા ધાબળાની અંદર રહેલી ખરાબ હવા ત્વચાને કાળી કરી શકે છે. તેનાથી ત્વચા પર રેશીસ પણ થઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકોને ખબર હોતી નથી કે મોઢું ઢાંકીને સૂવાના કારણે આવું થઈ રહ્યું છે. તેથી આ આદતને તરત જ બદલવી જોઈએ.

સૌથી વધુ જોખમ કોને?

હેલ્થ એક્સપર્ટના કહ્યા અનુશાર જે લોકોને અસ્થમા, સીઓપીડી કે અન્ય કોઈ શ્વાસની બીમારી હોય તેમણે ભૂલથી પણ મોઢું ઢાંકીને ન સૂવું જોઈએ. આવા લોકો માટે તે જીવલેણ પણ બની શકે છે. અસ્થમા કે અન્ય બીમારીઓથી પીડિત દર્દીઓના ફેફસાં નબળા પડી જાય છે, આવી સ્થિતિમાં તેઓ મોઢું ઢાંકીને યોગ્ય માત્રામાં ઓક્સિજન મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં અસ્થમાનો હુમલો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી આવા દર્દીઓએ ક્યારેય મોઢું ઢાંકીને સૂવું ન જોઈએ.

આ પણ વાંચો : શિયાળામાં હાડકાંનો દુખાવો થાય છે? તો ખાવાનું શરૂ કરો આ ચીજો

Back to top button