આ આઠ સંકેતો દેખાય તો સમજી લો તમે સ્ટ્રેસમાં છો, આ રીતે કાબૂ કરો તણાવ
- વયસ્કો હોય કે બાળકો, દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના સ્ટ્રેસમાં હોય છે. એવું પણ કહી શકાય કે તણાવ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયો છે
HD ન્યુઝ ડેસ્કઃ આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ તણાવમાં હોય તેવું લાગે છે. વયસ્કો હોય કે બાળકો, દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના સ્ટ્રેસમાં હોય છે. એવું પણ કહી શકાય કે તણાવ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયો છે. જો સ્ટ્રેસ તમારી પર વધુ પડતો હાવી થઈ જાય, તો તે તમારા માનસિક સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરવાનું શરૂ કરે છે અને ઘણી ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓને જન્મ આપી શકે છે.
જ્યારે કોઈપણ વ્યક્તિ તણાવમાં આવે છે ત્યારે તેનામાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોને અવગણશો નહીં. ઊંઘ, થાક અને નબળાઈ સંબંધિત સમસ્યાઓ પણ સંકેત આપે છે કે તમે તણાવમાં છો. આવો જાણીએ તણાવમાં આવવાના કેટલાક પ્રારંભિક લક્ષણો વિશે.
આ આઠ લક્ષણો દેખાય તો ચેતી જજો
અનિદ્રા અથવા વધુ પડતી ઊંઘ:
તણાવ ઊંઘની ગુણવત્તાને બગાડે છે. તમે ઊંઘી શકતા નથી તો પણ તમે તણાવમાં છો અને જો તમને ખૂબ જ ઊંધ આવે છે તો પણ તમે તણાવમાં છો.
થાક અને નબળાઈ:
તણાવને કારણે તમારું શરીર થાક અનુભવે છે, પછી ભલે તમે કંઈ કામ કરી રહ્યા હોય અથવા તમે કંઈ પણ ન કર્યું હોય.
માથાનો દુખાવોઃ
તણાવને કારણે માથાનો દુખાવો એ સામાન્ય સમસ્યા છે. આ દુખાવો હળવો અથવા તીવ્ર હોઈ શકે છે. જો તમે રોજ માથાના દુખાવાની સમસ્યા અનુભવી રહ્યા હો તો માનજો તમને કોઈક પ્રકારનો સ્ટ્રેસ છે.
પેટની સમસ્યાઓ:
સ્ટ્રેસ પાચન તંત્રને અસર કરે છે, જેનાથી કબજિયાત, ઝાડા અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને પેટની સમસ્યાઓ કોઈ કારણ વગર પણ રહેતી હોય તો માનજો કે તમે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસમાં છો.
ચીડિયાપણું અને બેચેનીઃ
તણાવને કારણે તમે નાની નાની બાબતોમાં પણ ચીડચીડિયા બની જાવ છો અને બેચેની અનુભવવા લાગો છો.
ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઃ
તણાવને કારણે તમે કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને વારંવાર બધું ભૂલી જાઓ છો. જો તમારી સાથે પણ આમ થતું હોય તો માનજો કે તમે સ્ટ્રેસમાં છો.
માંસપેશીઓમાં તણાવઃ
સ્ટ્રેસના કારણે તમને માંસપેશીઓમાં તણાવ થઈ શકે છે, જે ખભા અને ગરદનના દુખાવા તરફ દોરી શકે છે.
ભૂખમાં ફેરફાર:
જો તમે સ્ટ્રેસમાં હશો તો તમે વધારે જમી શકો છો. આ કારણે તમને મેદસ્વી બનતા પણ વાર નહીં લાગે અથવા એવું પણ બને કે સ્ટ્રેસના કારણે તમે જમતા જ નથી. તમારી ભૂખમાં ફેરફાર થઈ રહ્યો હોય તો તમે ક્યાંક ને ક્યાંક તણાવમાં હશો.
તણાવ ઘટાડવાની કેટલીક રીતો
- યોગ અને ધ્યાન કરો
- વ્યાયામ ખૂબ જ જરૂરી છે
- પૂરતી ઊંઘ લો
- સ્વસ્થ આહારનો કોઈ વિકલ્પ નથી
- મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો
- શોખ પાળો, શોખ માટે સમય આપો
આ પણ વાંચોઃ શું તમે પણ સવાર સવારમાં કડક ચા પીવાનો શોખ ધરાવો છો? તો થઈ જાવ સાવધાન
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
આ પણ વાંચોઃ પેરાસિટામોલ સહિત 50થી વધુ દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં થઈ ફેલ! જૂઓ યાદી