સાયન્સ એન્ડ ટેકનોલોજી

ગૂગલ પર આ વસ્તુ સર્ચ કરી તો જેલ ગયા સમજો, જાણી લો શું સર્ચ ન કરી શકાય.

Text To Speech

સર્ચ એન્જિન તરીકે ગુગલનો વ્યાપ વધ્યો છે તે આપણા ડિવાઈસીસનું અભિન્ન અંગ બની ગયું છે. દરરોજ આપણે ગુગલ પર કેટલી વસ્તુઓ સર્ચ કરતા હોઈએ છીએ. ઘણા લોકો જીજ્ઞાસાવશ અલગ અલગ વિષયો પર સર્ચ કરવાની ટેવ ધરાવતા હોય છે. આમ તો મોટાભાગના વિષયો પર ગુગલ તમને માહિતીનો વિશાળ જથ્થો અને વિકલ્પો આપે છે. પણ કેટલાક એવા વિષયો અને બાબતો છે કે જે તમે સર્ચ કરી તો ગયા સમજો. કારણ કે આ તમામ બાબતોના સર્ચ કરવા પર પ્રતિબંધ છે. અને જો તમે તે સર્ચ કરતા નજરે પડ્યા તો તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

આ ભૂલેચૂકે પણ આ બાબતો ન કરશો સર્ચ

ગૂગલમાં એવી કેટલીક ચીજો સર્ચ કરવામાં આવે તો પોલીસ તમારા દ્વાર સુધી પહોંચી શકે છે.
આવી ચીજોમાં

-બોમ્બ કેમ બનાવવો

-ડ્રગ્સ ક્યાં મળે

-ચાઈલ્ડ પોર્નોગ્રાફી

-ગર્ભપાત વિશેની માહિતી

-પાઈરેટેડ ફિલ્મો

-હત્યા કરવા અંગેની માહિતી

આ અને આવી બીજી સંવેદનશિલ માહિતી ભૂલમાંથી ગૂગલમાં સર્ચ ન કરવી જોઈએ.બાકી ગૂગલમાંથી રિઝલ્ટ મળે કે ન મળે, ભારતની કાનૂની એજન્સીઓ તુરંત રિઝલ્ટ આપશે.માટે ગૂગલિંગ કરતી વખતે રહેજો સાવધાન.

Back to top button