મેંગલુરુઃ મેંગલુરુમાં મુસ્લિમ ડિફેન્સ ફોર્સ 24/7 નામની સંસ્થાએ કહ્યું છે કે જે મુસ્લિમ મહિલાઓ જાહેર સ્થળોએ બુરખો ઉતારીને સેલ્ફી લે છે તેમને પરિણામ ભોગવવા પડશે.
મુસ્લિમ ડિફેન્સ ફોર્સ 24/7 નામની સંસ્થાએ મુસ્લિમ મહિલાઓને સેલ્ફી લેવા માટે ધમકી આપી છે. સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુસ્લિમ મહિલાઓને ધમકી આપતા લખ્યું છે કે જે મુસ્લિમ મહિલાઓ બુરખો નહીં પહેરે અને જાહેર સ્થળોએ સેલ્ફી નહીં લે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મેંગલુરુ પોલીસ કમિશનર શશિ કુમારના જણાવ્યા અનુસાર, આ જૂથ પોતાને મુસ્લિમ અધિકારોના રક્ષક તરીકે વર્ણવે છે. આ ગ્રુપમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ જાહેર સ્થળોએ બુરખો હટાવીને સેલ્ફી ન લેવી જોઈએ. એટલું જ નહીં, આ સંગઠને ધમકી આપી છે કે જે મુસ્લિમ મહિલાઓ જાહેર સ્થળોએ બુરખો નહીં પહેરે તેમના પર હુમલો કરવામાં આવશે.
સીપી શશિ કુમારના કહેવા પ્રમાણે, તેઓ આ ગ્રુપ પર સતત નજર રાખી રહ્યા છે. તેણે કહ્યું કે આ મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સિવાય વોટ્સએપ પર પણ લોકોને આ મેસેજ આપવામાં આવી રહ્યો છે. તેમના મતે, વ્હોટ્સએપ ગ્રુપ પર આ સંગઠન પોતાને મુસ્લિમ અધિકારોના રક્ષક ગણાવતા કહે છે કે મુસ્લિમ મહિલાઓને ધાર્મિક પરંપરાઓ તોડતા રોકવાની તેમની ફરજ છે.