હાઈ બીપીના દર્દી હો તો ન ખાશો આ ફળ, ફાયદાના બદલે કરશે નુકસાન
- જ્યારે તમે કોઈ ચોક્કસ બીમારી સામે લડી રહ્યા હો ત્યારે હેલ્ધી ફ્રુટ્સની આદત પણ તમને નુકશાન પહોંચાડી શકે છે. હાઈ બ્લડ પ્રેશર પણ એક એવી જ સ્થિતિ છે જેમાં વ્યક્તિએ એવા ફળ ખાવા જોઈએ જેનાથી બ્લડ પ્રેશર વધે.
રોજ ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને રોજિંદા આહારનો ભાગ બનાવવાથી બીમારીઓ નજીક આવતી નથી. જો કે, જ્યારે તમે કોઈ ચોક્કસ બીમારી સામે લડી રહ્યા હો ત્યારે હેલ્ધી ફ્રુટ્સની આદત પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. હાઈ બ્લડ પ્રેશર પણ એક એવી જ સ્થિતિ છે જેમાં વ્યક્તિએ એવા ફળ ખાવા જોઈએ જેનાથી બ્લડ પ્રેશર વધે. જો તમે હાઈ બીપીના દર્દી હો તો તમારે થોડું ધ્યાન રાખવું પડશે.
હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં 3 ફળ ખાવાનું ટાળો
જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો ત્રણ ફળ ખાવાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે. જો બ્લડ પ્રેશર વધી રહ્યું હોય તો આ ફળ ખાવાથી બીપી ઝડપથી વધી શકે છે.
કીવી
લો બ્લડ પ્રેશરના દર્દીઓને કીવી ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેનાથી હાઈ બીપીના દર્દીઓને નુકસાન થઈ શકે છે. તેના સેવનથી બ્લડપ્રેશર વધે છે. આ ફળ તમારા લોહીમાં ફ્લ્યૂડની માત્રા વધારવાનું કામ કરે છે. જો તમે આ સ્થિતિમાં હો અને કીવીનું સેવન કરવા ઈચ્છતા હો તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરો.
તરબૂચ
તરબૂચ શરીરને હાઇડ્રેટ રાખતું એક લોકપ્રિય ફળ છે. ઉનાળામાં તેનું સેવન નોંધપાત્ર રીતે વધી જાય છે. જો તમે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે તે ખાઈ રહ્યા છો, તો તે તમારું બ્લડ પ્રેશર પણ વધારી શકે છે. તરબૂચમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ઝડપથી બ્લડ પ્રેશર વધારવામાં મદદ કરે છે. હાઈ બીપીના દર્દીઓ માટે વધુ પડતું તરબૂચ ખાવું નુકસાનકારક હોઈ શકે છે.
કેળા
એનર્જીનું પાવરહાઉસ કહેવાતા કેળા આમ તો ગુણોનો ભંડાર છે, પરંતુ તે બ્લડ પ્રેશર વધારનાર છે. સૌથી વધુ પોટેશિયમ રિચ ફળોમાં કેળાનું નામ આવે છે. વધુ માત્રામાં કેળા ખાવામાં આવે તો બીપી વધી શકે છે. આ સ્થિતિથી બચવા માટે હાઈ બીપીના દર્દીઓએ કેળા ખાવાથી બચવું જોઈએ.
આ પણ વાંચોઃ શું હનીમૂનથી પાછી ફરેલી આયરાનું વજન વધી ગયું? ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું…