હોળીમાં રાશિ અનુસાર રંગોથી રમશો તો કિસ્મત ચમકશે, શું છે તમારી રાશિનો કલર?
- જો તમારી રાશિ અનુસાર રંગોની પસંદગી કરવામાં આવે તો તમારુ જીવન ખુશીઓથી ભરાઈ જશે. દરેક રાશિનો પોતાનો લકી કલર હોય છે. જો તમે રાશિ અનુસાર રંગોથી હોળી રમશો તો તમારી કિસ્મત બદલાશે અને તમારી કુંડળીમાં અશુભ ગ્રહોની દશા પણ સુધરશે.
ધુળેટી એટલે કલર્સનો તહેવાર. આપણે આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. આ દિવસે આપણે અલગ અલગ કલર્સથી રમતા હોઈએ છીએ, પરંતુ જો તમારી રાશિ અનુસાર રંગોની પસંદગી કરવામાં આવે તો તમારુ જીવન ખુશીઓથી ભરાઈ જશે. દરેક રાશિનો પોતાનો લકી કલર હોય છે. જો તમે રાશિ અનુસાર રંગોથી હોળી રમશો તો તમારી કિસ્મત બદલાશે અને તમારી કુંડળીમાં અશુભ ગ્રહોની દશા પણ સુધરશે. મેષથી લઇને મીન સુધીની 12 રાશિઓના કલર વિશે જાણો
મેષ અને વૃશ્ચિક રાશિનો લકી કલર
મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ માનવામાં આવે છે. મંગળ ગ્રહ લાલ રંગનુ પ્રતિક છે. બંને રાશિના જાતકોનો લકી કલર લાલ હોય છે. હોળીના દિવસે આ બંને રાશિના જાતકોએ લાલ, નારંગી અને ગુલાબી કલરથી હોળી રમવી જોઇએ. આ રાશિના જાતકોએ હોળીના દિવસે મા લક્ષ્મીની પ્રતિમા કે તસવીર પર લાલ રંગનુ ગુલાલ ચઢાવવું જોઈએ.
વૃષભ અને તુલા રાશિનો લકી કલર
જ્યોતિષમાં વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાવવામાં આવે છે, જે એક શુભ અને શાંત ગ્રહ માનવામાં આવે છે. આ રાશિના જાતકો સ્વાભાવથી થોડા વિલાસિતાપુર્ણ જીવન જીવનારા હોય છે. આ બંને રાશિઓનો લકી કલર સફેદ અને ગુલાબી છે. આ લોકોએ વ્હાઇટ, સિલ્વર કે ગુલાબી રંગના કલરથી હોળી રમવી જોઇએ અને જરૂરિયાતમંદ લોકોને ગુજિયા ખવડાવવા જોઇએ અને હોલિકા દહન બાદ ચોખાનું દાન કરવુ પણ શુભ માનવામાં આવે છે.
કન્યા અને મિથુન રાશિનો લકી કલર
કન્યા અને મિથુન રાશિનો લકી કલર લીલો હોય છે. આ બંનેની રાશિના સ્વામી બુધ માનવામાં આવે છે. ગ્રહોના રાજકુમાર બુધનો રંગ લીલો હોય છે. આ લોકોએ લીલા રંગથી હોળી રમવી જોઇએ. તેનાથી જીવનમાં શાંતિ આવશે. પીળા કે નારંગી રંગથી પણ હોળી રમી શકાય છે. હોલિકા દહન બાદ ગાયને લીલુ ઘાસ ખવડાવવુ જોઈએ.
મકર અને કુંભ રાશિનો લકી કલર
મકર અને કુંભનો સ્વામી શનિદેવ હોય છે. શનિનો સૌથી પ્રિય રંગ કાળો અને નીલો હોય છે. શનિને તમારુ આ રંગથી હોળી રમવુ ગમે છે. તમે વાદળી કે જાંબલી રંગથી હોળી રમી શકો છો. હોલિકા દહન બાદ સરસવના તેલનું દાન કરો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.
ધન અને મીન રાશિનો લકી કલર
ધન અને મીન રાશિના સ્વામી ગુરૂ છે. આ રાશિઓનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે હોય છે. આ બંને રાશિઓ માટે હોળીનો લકી કલર પીળો કે કેસરી હોય છે. તમારે એ કલર્સથી હોળી રમવી જોઇએ. ભગવાન વિષ્ણુને કેસરિયા ઠંડાઇનો ભોગ લગાવો.
કર્ક રાશિનો લકી કલર
કર્ક રાશિના સ્વામી ચંદ્ર હોય છે અને આ રાશિના લોકોનો લકી કલર સફેદ હોય છે. હોળી પર આ લોકોએ સફેદ રંગ અથવા સિલ્વર કલરથી હોળી રમવી જોઇએ. હોળી પર લક્ષ્મીજીને ઠંડાઈનો ભોગ લગાવવો જોઇએ અને ત્યારબાદ પ્રસાદના રૂપમાં જરૂરિયાતમંદ લોકો વચ્ચે તે વહેંચી દો.
સિંહ રાશિનો લકી કલર
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને આ રાશિના લોકો સ્વભાવથી થોડા ગુસ્સા વાળા હોય છે. આ રાશિના લોકોનો લકી કલર લાલ, નારંગી અને પીળો હોય છે. આ રંગથી હોળી રમવાથી તમારા આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. તમારા પિતા સાથેના સંબંધો સુધરે છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે છે. હોળી પર ભગવાન રામને બુંદીના લાડુનો ભોગ લગાવો અને ઘરે આવેલા મહેમાનોને પ્રેમથી જમાડો.
આ પણ વાંચોઃ હોળીનો કલર ઉતારવા અપનાવો આ ઉપાયો, પાક્કો રંગ પણ થશે ગાયબ