ટ્રાવેલટ્રેન્ડિંગ

ગરમીમાં ફરવા જવાનો પ્લાન હોય તો અરુણાચલ પ્રદેશની આ ઠંડી જગ્યાઓ પર જાવ

  • જો તમે પણ આ સખત ગરમી અને હિટ વેવથી કંટાળ્યા હો તો અરુણાચલ પ્રદેશની આ જગ્યાઓ તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે.

ગરમીની સીઝનમાં રાહત મેળવવા માટે કેટલાય લોકો ઠંડી જગ્યાઓ પર ફરવા જવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ આ સખત ગરમી અને હિટ વેવથી કંટાળ્યા હો તો અરુણાચલ પ્રદેશની આ જગ્યાઓ તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. અહીં તમે સારી રજાઓ વીતાવી શકો છો. અહીં ફરવા લાયક ઘણી જગ્યાઓ છે, જે ગરમીથી રાહત મેળવવા માટે બેસ્ટ ઓપ્શન પણ છે.

અરુણાચલ પ્રદેશને સૂર્યની ભૂમિ કહેવાય છે. અહીં ખૂબ જ સુંદર દર્શનીય સ્થળો છે. આપણા દેશમાં સૌથી પહેલો સૂર્યોદય અહીં જ થાય છે. આજ કારણ છે કે તેને ઊગતા સૂર્યની ભૂમિ કહેવાય છે. અહીંની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને માત્ર દેશમાંથી નહીં વિદેશમાંથી પણ લોકો આવે છે. અહીં ઠંડીની સીઝનમાં તાપમાન માઈનસમાં ચાલ્યું જાય છે. જોકે ગરમીની સીઝનમાં અહીં નજારો રોમાંચક અને મનમોહક હોય છે. અરુણાચલ પ્રદેશમાં ખાસ ફરવા જેવી જગ્યાઓ વિશે જાણો.

ગરમીમાં ફરવા જવાનો પ્લાન હોય તો અરુણાચલ પ્રદેશની આ ઠંડી જગ્યાઓ પર જાવ hum dekhenge news

તવાંગ મઠ

તવાંગ મઠ ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. આ મઠ એક તવાંગ યુદ્ધ સ્મારકના રૂપમાં સ્થાપિત છે, જે એખ 40 ફૂટની સંરચના છે. તે તવાંગ નદીની ઘાટીમાં વસેલા એક નાનકડા ગામ પાસે સ્થિત છે, જે બૌદ્ધ તીર્થયાત્રીઓ ઉપરાંત તમામ લોકોનું ધ્યાન આકર્ષે છે.

બમ લા દર્રા(માર્ગ)

તે ભારતના અરુણાચલ પ્રદેશ અને તિબ્બટના લહોખા વિભાગની વચ્ચે હિમાલય પર્વતમાળાનો એક પહાડી માર્ગ છે. તે તવાંગ શહેરથી 37 કિલોમીટર દૂર દરિયાની સપાટીથી 15200 ફૂટની ઊંચાઈ પર આવેલું ખૂબ જ મનોહર સ્થળ છે. આ સ્થળ ત્રિકોણાકાર ટેકરીઓ વચ્ચે આવેલું છે. અહીં એક વખત તિબેટથી આવેલા દલાઈ લામાએ આશરો લીધો હતો. અહીં ઘણા બૌદ્ધ મઠ છે.

ગરમીમાં ફરવા જવાનો પ્લાન હોય તો અરુણાચલ પ્રદેશની આ ઠંડી જગ્યાઓ પર જાવ hum dekhenge news

સેલા દર્રા(માર્ગ)

સેલા દર્રા પશ્ચિમ કામેંગ જિલ્લા અને તવાંગને જોડતો એકમાત્ર રસ્તો છે. તે તિબેટીયન બૌદ્ધ ધર્મનું એક પવિત્ર યાત્રાધામ છે. બૌદ્ધોનું માનવું છે કે અહીં 101 પવિત્ર તળાવો છે. આ જગ્યા પણ ખૂબ જ રમણીય છે.

સેંગેસ્ટર તળાવ

આ તળાવ પ્રવાસીઓની પહેલી પસંદ છે, તેને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ અહીં આવે છે. કાચ જેવું સ્વચ્છ પાણી અને આકાશમાં ઘેરા વાદળો જોવા લાયક છે. અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.

ગરમીમાં ફરવા જવાનો પ્લાન હોય તો અરુણાચલ પ્રદેશની આ ઠંડી જગ્યાઓ પર જાવ hum dekhenge news

નુરનાંગ ફોલ્સ

તેને નુરનાંગ વોટર ફોલ અને બોંગ બોંગ વોટર ફોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આપણા દેશના સૌથી સુંદર વોટર ફોલ્સમાંથી એક છે. અહીં 100 મીટરની ઉંચાઈથી પાણી પડે છે, જેને જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે.

આ પણ વાંચોઃ શાહરૂખ ખાન કોંગ્રેસ માટે પ્રચાર કરવા નીકળ્યો? રોડ શોનો વીડિયો થયો વાયરલ

Back to top button