જો તમે સપ્ટેમ્બરમાં ફરવા જવાનું વિચારો છો, તો અવશ્ય લો આ સ્થળોની મુલાકાત!
સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે. આ મહિનો ઘણી રજાઓ લઈને આવે છે. જો તમે પરિવાર કે મિત્રો સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો વધારે વિચારવાની જરૂર નથી. તમારી બેગ પેક કરો અને નીકળી જાઓ સફર પર… પરંતુ તમે ક્યાં જશો? કારણ કે દેશમાં જોવા માટે હજારો સ્થળો છે. જો તમે નેચર લવર છો તો તમે આ જગ્યાઓની મુલાકાત અવશ્ય લો. સપ્ટેમ્બરમાં ફરવા માટેના શ્રેષ્ઠ 5 સ્થળો વિશે જાણો…
અલ્મોડા, ઉત્તરાખંડ
વરસાદને કારણે, હિલ સ્ટેશન જઈ નથી શક્યા તો હવે તમે સપ્ટેમ્બર મહિનામાં આવી જગ્યા પર જઈ શકો છો. તમે ઉત્તરાખંડના પર્વતીય મેદાનોની મુલાકાત લઈ શકો છો. જો તમે પહાડોમાં ફરવું ગમતું હોય તો તમે ઉત્તરાખંડના અલ્મોડા અવશ્ય જાવ. આ સ્થળ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. અહીં તમને વાદીઓ સાથે પર્વતો અને મંદિરોનો સંગમ જોવા મળશે. નંદા દેવી મંદિર, ચિતાઈ મંદિર, પાતાલ દેવી મંદિર, મોલ રોડ, મલ્લા મહેલ, અલમોડા પ્રાણી સંગ્રહાલય તમારી સફરને શ્રેષ્ઠ બનાવી શકે છે. જો તમે અહીં આવ્યા છો, તો કટારમલ મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, કારણ કે તે કોણાર્ક પછી દેશનું બીજું સૌથી મહત્વપૂર્ણ સૂર્ય મંદિર છે.
દમણ દીવ, ગુજરાત
જો તમે સપ્ટેમ્બરના હવામાનની મજા માણવા માંગતા છો, તો ગુજરાતના દમણ-દીવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અહી ટાપુની સુંદરતા અને બીચનો સુંદર નજારોની સાથે અદ્ભુત વાતાવરણ નો આનંદ માણી શકો છે. સૌથી મહત્વની વાત એ છે કે, જો અહીં વચમાં વધારે ભીડ ન હોય તો તમે પરિવાર સાથે આરામનો અનુભવ કરી શકો છો. ગુજરાતી અને પોર્ટુગીઝ સંસ્કૃતિની મિશ્ર ઝલક વચ્ચે તમારી દમણ અને દીવની સફર એકદમ શ્રેષ્ઠ બની શકે છે. આઈએનસ ખુકરી મેમોરિયલ, નાયડા ગુફાઓ, દીવ મ્યુઝિયમ, જામ્પા ગેટવે, દીવ કિલ્લો, પાનીકોટા કિલ્લો, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ ઑફ અસીસી અને ગંગેશ્વર મંદિર અહીં જોવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે.
આ પણ વાંચો: ટ્રેકિંગ માટે ઉત્તમ, ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન
કાલિમપોંગ, પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના અનોખા હિલ સ્ટેશન કાલિમપોંગની મુલાકાત હંમેશા રોમાંચક રહી છે. પૂર્વ ભારતના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંના એક કાલિમપોંગનો નજારો સપ્ટેમ્બરમાં દિવ્યતાનો અહેસાસ કરાવે છે. દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે છે. મોટા ચાના બગીચા, લેપચા મ્યુઝિયમ, મેક ફરલેન ચર્ચ, ડૉ. ગ્રેહામ હોમ, દેઓલો હિલ, મોરાન હાઉસ, સોંગા ગુમ્બા અને દુરપિન મઠ તમારા મનને મોહી લેશે.
પુડુચેરી, તમિલનાડુ
જો તમે સુંદર-શાંત બીચ, સુંદર કાફે, ફ્રેન્ચ ફૂડનો સ્વાદ માણવા માંગતા હોવ તો સપ્ટેમ્બર મહિનામાં તમે તમિલનાડુના પુડુચેરી અથવા પોંડિચેરી જઈ શકો છો. સુંદર પીળી ઈમારતો, પેરેડાઈઝ બીચ, ઓરોબિંદો આશ્રમ, ઓરોવિલે, દરિયા કિનારે ફરવા જવાની જગ્યાઓ તમને અને તમારા સાથીઓને આકર્ષશે.
કેરળ
કેરળની સફર હંમેશા સુંદર માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કેરળથી વધુ સુંદર કંઈ નથી. વરસાદની મોસમ પછી સપ્ટેમ્બરમાં અહીંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા બની જાય છે. જો તમે કેરળની મુલાકાત લેવાનું આયોજન કરો છો, તો શાંત બેકવોટર, ચાના બગીચા, ઐતિહાસિક સ્મારકો, તળાવો, ઊંચી ટેકરીઓ અને વન્યજીવ ઉદ્યાનો તમારી સફરને ખાસ બનાવશે.