બોલો તમે ક્યારેય એવુ વિચાર્યુ છે કે તમે કોઇ ડિશનો આજે ઓર્ડર કરો તો તે તમને 30 વર્ષ પછી ખાવા મળે? જો તમે આજે 30 વર્ષની ઉંમર ધરાવો છો અને તમે આ ડિશ ખાવાની ઇચ્છા ધરાવતા હશો તો તે તમને 60 વર્ષની ઉંમરે ખાવા મળશે. જાપાનની એક ખાસ નોનવેજ ડિશ એટલી પોપ્યુલર છે કે આજની તારીખમાં ઓર્ડર કરવામાં આવે તો તે તમને 30 વર્ષ પછી ખાવા મળશે. આખરે એવુ શું છે આ ડિશમાં? આ ડિશની ખુબ જ ડિમાન્ડ રહે છે. આ વાનગીને બટાકાની એક ખાસ જાત અને મીટને મિક્સ કરીને બનાવવામાં આવે છે.
આ નોનવેજ ડિશનુ નામ છે Croquettes. તેને જાપાનનો ‘આશિયા’ પરિવાર બનાવે છે. આ એક પ્રકારનું સ્નેક્સ છે. જાપાનમાં બનેલી આ Croquettes ડિશ દુનિયાભરમાં સૌથી વધુ ફેમસ છે. રિપોર્ટ મુજબ જાપાનનો આ પરિવાર છેલ્લા 96 વર્ષથી આ નોનવેજ સ્નેકને પોતાની દુકાનમાં વેચે છે.
1999માં આશિયાએ પહેલીવાર ઓનલાઇન સ્ટોર ખોલ્યો અને પોતાની પ્રોડક્ટ્સ વેચવાની શરૂ કરી હતી. શરૂઆતમાં આશિયા પરિવારને એ વાતની આશા ન હતી કે લોકો આ નોનવેજ ડિશ માટે પણ પૈસા ખર્ચશે. શિગેરુ નિટ્ટા આશિયા પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે. તેમણે જણાવ્યુ કે તેઓ Extreme Croquettes ડિશનો એક પીસ 150 રૂપિયામાં વેચે છે. આ નોનવેજ આઇટમના એક પીસને 200 રૂપિયા પ્રતિ પીસના હિસાબે વેચે છે.
દર અઠવાડિયે માત્ર 1400 પીસ બને છે
દર અઠવાડિયે 1400 Croquettesના પીસ બનાવાય છે. 2016માં તેમણે એડ આપવાનુ બંધ કરવુ પડ્યુ હતુ કેમકે ત્યારે ડિલિવરીનો સમય 14 વર્ષથી વધુ થઇ ગયો હતો. 2017માં આશિયા ફરી ખુલ્યુ અન પછી તેની કિંમત વધારવામાં આવી. હવે જો કોઇ આ ડિશનો ઓર્ડર કરે તો તેને મળતા 30 વર્ષનો સમય લાગી જાય છે.
આ પણ વાંચોઃ જરૂરી હેલ્થ ટીપ્સ : ઠંડી બનશે વરદાન, જો આટલું ધ્યાન રાખશો તો..
ડિમાન્ડ વધતા કિંમત વધારાઇ
વર્તમાનમાં Extreme Croquettesના દરેક બોક્સમાં પાંચ પીસ હોય છે. તેની કિંમત 1400 રૂપિયા છે. લોકો આ ડિશ ખાય તો તેને બીજી વાર ઓર્ડર કર્યા વગર રહી શકતા નથી. આ જાપાની ડિશ વિશે 2000ના દાયકામાં એક ન્યુઝપેપરે લખ્યુ હતુ. ત્યારથી આ ડિશ દુનિયાભરમાં વાયરલ થઇ ગઇ. ડિમાન્ડ વધી તેમ તેની કિંમત પણ વધી ગઇ છે.