વર્ષ 2025માં કીચનમાં આ પરિવર્તનો લાવશો તો હેલ્ધી રહેશો
- નવા વર્ષના આગમનની સાથે કીચનમાં પણ કેટલાક પરિવર્તનો લાવવાનો સંકલ્પ કરો, જો એમ કરશો તો આ વર્ષે હેલ્ધી રહી શકશો
HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને આ વર્ષે લોકો આરોગ્ય માટે ઘણા સભાન જોવા મળ્યા છે. સારા આરોગ્યની શરૂઆત સ્વસ્થ રસોડાથી થાય છે. તેથી સ્વસ્થ આહારની સાથે, લોકોને ઘણી બિનઆરોગ્યપ્રદ અને હાનિકારક કીચનની વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. વર્ષ 2025માં એ રિઝોલ્યુશન લો કે તમે નવા વર્ષની શરૂઆત સાથે તમારા રસોડામાં આ ફેરફાર કરશો. આ ફેરફારો તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.
નોનસ્ટિક વાસણોને કહો ગુડબાય
જો તમારે નવા વર્ષનું રિઝોલ્યુશન લેવું હોય, તો આ વર્ષે તમારા રસોડાના તમામ પ્રકારના નોનસ્ટિક પેન, તવા-તવી, કડાઈ જેવા વાસણોને ટાટા-બાય બાય કરી દો. ત્યારબાદ લોખંડની બનેલી પેન અને કડાઈનો ઉપયોગ કરો.
એલ્યુમિનિયમ ફોઈલને કહો ના
એલ્યુમિનિયમ ફોઈલમાં રોટલી કે પરાઠા લપેટી લેવાની આદતને ના કહો. જો તમે નવા વર્ષથી હેલ્ધી ટેવ ફોલો કરવા માંગતા હોવ તો તમારા રસોડામાંથી એલ્યુમિનિયમ ફોઈલ કાઢી લો અને રોટલી, પરાઠાને કપડા કે બટર પેપરમાં લપેટવાની આદત બનાવો.
લિક્વિડ ડીશવોશર પણ ન રાખો
ઘણાં સંશોધનોથી જાણવા મળ્યું છે કે લિક્વિડ ડીશવોશરમાં ઘણા પ્રકારના હાનિકારક રસાયણો હોય છે. આવી સ્થિતિમાં લિક્વિડ ડીશવોશ જેલને રસોડાની બહાર રાખો.
રસોડાને ડિક્લટર કરો
આ વર્ષે રસોડામાં હાજર બિનજરૂરી વસ્તુઓને ચોક્કસપણે સાફ કરો. તમે જે વસ્તુઓનો ઉપયોગ નથી કરતા તે રસોડામાંથી તરત જ કાઢી નાખો અને રસોડાને ડિક્લટર કરો.
કિચનમાંથી અનહેલ્ધી ફૂડ્સને બહાર કરો
સ્વસ્થ રહેવાની શરૂઆત રસોડાથી જ થાય છે. તમારા રસોડામાંથી બિનઆરોગ્યપ્રદ, જંક ફૂડ અને નાસ્તાની બાદબાકી કરો. વર્ષ 2025માં માત્ર સ્વાસ્થ્યવર્ધક ખોરાક જ રાંધવા અને ખાવાનો સંકલ્પ લો.
આ પણ વાંચોઃ ડાયાબિટીસના દર્દીઓ માટે ભારતમાં બની પહેલી બાયોબેંક, શુગર પેશન્ટને શું થશે લાભ?