ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

માથાના દુખાવાને અવગણવાની ભૂલ કરશો તો ભારે પરિણામ ભોગવવા પડશે….

Text To Speech

શરીરમાં સૌથી વધુ દુખાવો માથામાં અનુભવાતો હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. વિદ્યાર્થીથી માંડી નોકરિયાત વર્ગના લોકો માટે તો આ એક સામાન્ય વાત બની ચુકી છે. પરંતુ જો તમે માથાના દુખાવાને રૂટિન સમજી અવગણતા હોય તો થોભી જાઓ કારણ કે તે ભારે પડી શકે છે. માથાના દુખાવાનાં ચિંતાકારક કારણોમાં બ્રેઈન હેમરેજ, બ્રેઈન ટ્યૂમર, મગજનો સોજો, બ્લડ સર્ક્યુલેશનમાં ખામી તેમજ અન્ય કારણ પણ હોઈ શકે છે. માથાના દુખાવાનાં સાદાં અને ચિંતા ન ઉપજાવે એવાં કારણોમાં આધાશીશી મુખ્ય બીમારી છે, જેને સામાન્ય રીતે માઈગ્રેનના નામે ઓળખવામાં આવે છે.

આ કારણો માઈગ્રેન માટે જવાબદાર
અન્ય સામાન્ય કારણોમાં ટેન્શન, દવાની આડઅસર, ક્લસ્ટર હેડેક વગેરે છે. આવા દુખાવામાં મગજની તપાસ સંપૂર્ણપણે નોર્મલ હોય છે અને દર્દીને કોઈ ખોડખાંપણ કે પેરાલિસિસ થવાનો સામાન્ય રીતે ભય રહેતો નથી. આધાશીશી શું છે? માઈગ્રેન એટલે કે આધાશીશીના હુમલા વખતે દર્દી સખત કંટાળી જાય છે, લાચાર થઈ જાય છે. પુખ્તવય ધરાવતી વીસેક ટકા વ્યક્તિઓને આ બીમારી થાય છે.

જાણી લો માઈગ્રેનના લક્ષણો
માઈગ્રેનના દુખાવામાં અંદાજે 1થી 6 વખત માથાનો દુખાવો થઈ શકે છે.

  • માથાની એક કે બે બાજુ આ દુખાવો થાય
  • લબકારા મારતા હોય તેવો આ દુખાવો કામ કરવાથી વધે
  • ઘણી વાર ઊબકા આવે
  • ઊલટી થાય
  • આંખ સામે ઝબકારા
  • અંધારાં આવે
  • દુખાવો અંદાજે ચારથી બોંતેર કલાક ચાલે

આવા પાંચેક જેટલા એટેક આવે ત્યારે માનવું કે દર્દીને માઈગ્રેન છે. અન્ય કારણોમાં… ખોરાક અને જીવનશૈલીમાં થયેલા ફેરફારથી પણ આધાશીશી થઈ શકે છે.

 

કેવી રીતે રાખશો કાળજી ?
તેથી આહારવિહારમાં નિયમિતતા રાખવી બહુ જરૂરી છે, મનની શાંતિ, પૂરતો આરામ, કબિજયાત ન થાય તે જોવું અને તડકામાં ફરવું નહીં. જો તડકામાં જવું પડે એમ હોય તો ગોગલ્સ પહેરવાં. ચોકલેટ, ચીઝ, કોફી, ચાઈનીઝ ફૂડ, ખાટાં ફળ, રેડ વાઈનથી આધાશીશીનો હુમલો થઈ શકે છે. ઘણી વાર ભૂખ્યા રહેવાથી કે શરીરમાં પાણી ઘટી જવાથી, ઉજાગરો કરવાથી કે માનસિક ટેન્શનથી પણ માઈગ્રેનનો હુમલો આવી શકે. આ ઉપરાંત વાતાવરણમાં ફેરફારથી, અવાજથી, સ્ત્રીઓને ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી કે મેનોપોઝ દરમિયાન માઈગ્રેન વધી શકે છે.

કેવાં પ્રકારનું માઈગ્રેન થઈ શકે?
કોમન માઈગ્રેન, ક્લાસિક માઈગ્રેન કે જેમાં આંખ-દૃષ્ટિને લગતાં ચિહ્નો દેખાય, માઈગ્રેન સાથે ક્ષણિક લકવો, ક્લસ્ટર હેડેક, કોમ્પ્લિકેટેડ માઈગ્રેન. } સારવાર માઈગ્રેનના દર્દીઓની વિગતવાર શારીરિક તપાસ થવી જરૂરી છે. કેટલાક કિસ્સામાં સી.ટી. સ્કેન કે એમ.આર.આઈ. દ્વારા સારવારનો નિર્ણય લેવાય છે. યોગ્ય દવાઓ અને આહારથી માઈગ્રેનને કાબૂમાં લઈ શકાય છે.

માઈગ્રેનનો હુમલો આવે તો શું કરશો ?
માઈગ્રેનનો હુમલો આવે ત્યારે દવામાં પેરાસિટામોલ, ઊલટીની ગોળી, પીડાનાશક દવાઓ જેવી કે, નિમેસૂલાઈડ, ઈબુપ્રોફેન કે કેટલાક કેસમાં અરગટોમાઈન દવા મોઢેથી, ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત સુમાટ્રિપ્ટાન, નારાટ્રિપ્ટાન પણ અસરકારક દવા છે.

Back to top button