ઘરમાં આ વસ્તુઓ રાખશો તો ક્યારેય નહીં થાય પૈસાની તંગી
ધનની દેવી માતા લક્ષ્મીની ઉપાસનાથી માત્ર ધનની નહીં, પરંતુ યશની પણ પ્રાપ્તિ થાય છે. તેમની ઉપાસનાથી દાંપત્યજીવનમાં પણ સુધારો થાય છે. વિધિવત ઉપાસનાથી અનાજના ભંડાર ક્યારેય ખુટતા નથી, ધનની તંગી આવતી નથી. કેટલીક શુભ વસ્તુઓ માતા લક્ષ્મીને આકર્ષે છે. આ શુભ વસ્તુઓ જો ઘરમાં રાખવામાં આવે તો તે પોઝિટીવ એનર્જીની સાથે સાથે સુખ-સંપત્તિ પણ આપે છે.
શંખ
શંખ મુખ્ય રીતે એક સમુદ્રી જીવ હોય છે. પૌરાણિક રીતે શંખની ઉત્પત્તિ સમુદ્રથી થયેલી માનવામાં આવે છે. કોઇક જગ્યાએ તેને લક્ષ્મીજીનો ભાઇ પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મી આવે છે. માંગલિક કાર્યોના અવસર પર અને ધાર્મિક ઉત્સવોમાં શંખ વગાડવાનું એટલે જ શુભ માનવામાં આવે છે.
સ્ફટિકની માળા
સ્ફટિક શુક્ર ગ્રહ સાથે સંબંધ રાથે છે અને તે વૈભવનું પ્રતિક છે. માતા લક્ષ્મીના મંત્ર જાપ સ્ફટિકની માળાથી જ કરવા જોઇએ. માતા લક્ષ્મીને સ્ફટિકની માળા અર્પિત કરો. સ્ફટિકની માળા પહેરવાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે.
લાફિંગ બુદ્ધા
લાફિંગ બુદ્ધાને ઘરમાં પૈસાના બંડલ સાથે રાખવાને ચીનમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, પરંતુ યાદ રાખો કે લાફિંગ બુદ્ધાની પ્રતિમા અઢી ઈંચથી મોટી ન હોવી જોઈએ. આ પ્રતિમા રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે.
ઘોડાની નાળ
વાસ્તુશાસ્ત્રમાં ઘોડાની નાળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો લીંબુ મરચાને ઘોડાની નાળ પર મૂકીને ઘરના દરવાજાની વચ્ચે લટકાવવામાં આવે તો ઘર હંમેશા નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત રહે છે. તેમજ ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ ટકેલી રહે છે. લોકો વૈભવી જીવન જીવે છે.
ભગવાન વિષ્ણુ
માતા લક્ષ્મીની કૃપા વિષ્ણુ ભગવાન વગર મળી શકતી નથી. ઘરના પુજા સ્થાન પર વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમા રાખો. રોજ નિયમપુર્વક તેમની ઉપાસના કરો. સમગ્ર પરિવારને ધનલાભ થશે અને અરસપરસ પ્રેમ વરસતો રહેશે. ભગવાન વિષ્ણુની ઉપાસના માટે તમે એકાદશીનું વ્રત પણ રાખી શકો છો.
મોરપિંછ
ભગવાન શ્રીકૃષ્ણને મોરના પીંછા પ્રિય છે અને તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા તેમજ બરકત મળે છે. તેથી દરેક વ્યક્તિએ પૂજા ગૃહમાં મોરનાં પીંછા મુકવા જોઇએ. તે તમારા માટે લાભદાયક બની શકે છે.
વિન્ડ ચાઇમ
જ્યારે પવન ફૂંકાય છે ત્યારે વિન્ડ ચાઈમમાંથી આવતો સુંદર મધુર અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તેની સીધી અસર આપણા નસીબ પર પડે છે. વિન્ડ ચાઇમ ઘરના અનેક વાસ્તુ દોષોને દૂર કરે છે.
ધાતુની માછલી અથવા કાચબો
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ધાતુથી બનેલ માછલી અથવા કાચબા રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરની બધી પરેશાનીઓ દૂર થાય છે અને લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. ઘરે લક્ષ્મીનું આગમન થતાં બરકત જાતે જ આવવા લાગે છે.
શ્રીયંત્ર
વાસ્તુ શાસ્ત્રમાં શ્રીયંત્ર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ઘરે શ્રીયંત્રની પૂજા કરવાથી પણ ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. શ્રીયંત્ર જીવનને લગતી બધી સમસ્યાઓ હલ કરવામાં પણ મદદ કરે છે.
પંચમુખી હનુમાનજીની મુર્તિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાન ઘરમાં રાખવા અત્યંત શુભ છે. તે વાસ્તુ સંબંધિત દોષને દૂર કરે છે એટલા માટે ઘરમાં એક પંચમુખી હનુમાનજીની પ્રતિમા પુજા સ્થાન પર મુકવી જોઇએ. ઘરની તરફ નજર કરીને બેઠેલા હનુમાનજી પણ શુભ છે.
આ પણ વાંચોઃ ઉત્ક્રાંતિમાં છુપાયેલુ છે તલનું રહસ્યઃ જાણો વિષ્ણુ ભગવાનને કેમ છે પ્રિય?